ન્યુ યોર્કમાં 20મી સપ્ટેમ્બરે જયપુર લિટરેચર ફેસ્ટિવલ યોજાશે

0
984


ટીમવર્ક આર્ટ્સના ફાઉન્ડર – મેનેજિંગ ડિરેક્ટર સંજય રોય સાથે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ ચર્ચા કરી રહ્યા છે.

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કમાં આગામી દિવસોમાં ભારતમાં અગ્રગણ્ય સાહિત્ય મહોત્સવ ગણાતો જયપુર લિટરેચર ફેસ્ટિવલ (એલએફ) યોજાશે. ન્યુ યોર્કની એશિયા સોસાયટીમાં 20મી સપ્ટેમ્બરે આયોજિત જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયોની પેનલો અને જાણીતા લેખકો – બુદ્ધિજીવીઓની ડિબેટનું આયોજન કરાયું છે. સૌપ્રથમ વાર એશિયા સોસાયટી દ્વારા ન્યુ યોર્કમાં આ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આ મહોત્સવ સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલંબિયા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાશે. એશિયા સોસાયટીની સિઝન્સ ઓફ ઇન્ડિયાના ભાગરૂપે આ મહોત્સવ યોજાશે, જેમાં પ્રદર્શનનો પણ સમાવેશ કરાશે. આ પ્રદર્શન એશિયા સોસાયટી મ્યુઝિયમમાં 14મી સપ્ટેમ્બર, 2018થી 20મી જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાશે, જેની થીમ છે ધ પ્રોગ્રેસિવ રિવોલ્યુશનઃ મોડર્ન આર્ટ ફોર એ ન્યુ ઇન્ડિયા.
એશિયા સોસાયટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ ટોમ નાર્ગોસ્કીએ જણાવ્યું હતું કે આ ભવ્ય – અનોખો મહોત્સવ અમારા સિઝન ઓફ ઇન્ડિયાના આકર્ષણનું કેન્દ્ર બનશે, જે ભારતની કલા, સંસ્કૃતિ, વેપારઉદ્યોગ અને નીતિ દર્શાવે છે.
જેેલએફ ન્યુ યોર્ક એ જેએલએફ યુએસએ નામના વિશાળ સંગઠનનો એક હિસ્સો ગણાય છે, જેમાં 14મી-15મી સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં જેએલએફ, કોલોરાડોમાં બુલ્ડરમાં 21મી-23મી સપ્ટેમ્બરના રોજ જેએલએફનો સમાવેશ થાય છે.

જયપુર લિટરેચર ફેસ્ટિવલનાં કો-ડિરેક્ટર
નમિતા ગોખલે
ન્યુ યોર્કના જેએલએફમાં સાઉથ એશિયાના સાહિત્ય અને ભવ્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરાશ, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખકો-વિચારકો ઉપસ્થિત રહેશે. ફેસ્ટિવલમાં વિશ્વભરની તેમ જ સ્થાનિક – સાહિત્ય હસ્તીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. લેખકોમાં આલિયા મલેક, ગૌરી વિશ્વનાથન, જેમ્સ શાપીરો, કનિષ્ક થરૂર, કાહન ઈરાની, માર્ટિન પુચનર, મોલી ઇમ્મા એઇટકન, નમિતા ગોખલે, નવીના હૈદર, નવતેજ સરના, પ્રીતિ તનેજા, રોઝ પરલીન, રુચિરા ગુપ્તા, સંદીપ જુહાર, શરદ પોલ, શશી થરૂર, તન્કુ વચ્છરાજન, વિલિયમ ડાલ્રિમ્પલ, ઝીલા ખખન ઉપસ્થિત રહેશે. છેલ્લાં ત્રણ વર્ષથી આ મહોત્સવ અમેરિકામાં નિયમિતપણે યોજાય છે. ગયા વર્ષે ન્યુ યોર્ક સિટીમાં મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં આ મહોત્સવ યોજાયો હતો.