ન્યુ યોર્કમાં સાર્કના વિદેશમંત્રીઓનીા બેઠકમાં હાજરી આપવા આવેલાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ભારતની અસ્મિતા જાળવીઃ પાક વિદેશપ્રધાનની સરેઆમ ઉપેક્ષા કરી..

0
798

ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાર્કની બેઠકમાં ભાગ લેવા ન્યુ યોર્કની મુલાકાતે આવ્યા છે. તેમણે બેઠકને સંબોધતા આતંકવાદને ખતમ કરવા માટે બધાએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે, એ મુદા્ પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે કહયુ હતું કે, લોકોના આર્થિક વિકાસ, પ્રગતિ અને ક્ષેત્રીય સહયોગ માટે શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ હોવો અતિ અાવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સામે આતંકવાદ એક માત્ર ખતરો છે. આતંકવાદને મૂળથી  ડામવા માટે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના બધાએ સાથ અને સમર્થન આપવું જોઈે. પોતાનું પ્રવચન પૂરું થયા બાદ તેઓ તરત જ બેઠકમાંથી જતા રહ્યા હતા. તેમના પ્રવચન બાદ પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીનું વકતવ્ય હતું, પરંતુ સુષમાજી તે સાંભળવા માટે રોકાયા નહોતા. સુષમાજીની અગાઉ બેઠકને સંબોધનારા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશમંત્રીઓ એમનું પ્રવચન પૂરું કરીનં સભાખંડ શોધીને જતાં રહયા હતા.ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજ બેઠક છોડીને જતા રહયા એ અંગે પાકના વિદેશપ્રધાન કુરેશીએ વાંધો ઊઠાવ્યો હતો.