
ન્યુ યોર્કઃ ન્યુ યોર્કમાં આઠમી માર્ચ, ગુરુવારના રોજ ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પાંચ ચાવીરૂપ મહિલાઓએ વક્તવ્યો આપ્યાં હતાં.
સમારંભમાં 100થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં મિસ ઇન્ડિયા યુએસએ 2017 શ્રી સૈનીએ પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સશક્તીકરણની શરૂઆત બાળક સાથે થાય છે, પછી તે પુરુષ હોય કે મહિલા. આપણે સંતાનોને બિનશરતી પ્રેમ આપવો જોઈએ અને તેઓનું આત્મસન્માન કરવું જોઈએ, જેના કારણે તેઓ સ્વનિર્ભર બનીને જીવનના દરેક અવરોધોને પાર કરી શકશે.

આ સમારંભનું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (એફઆઇએ) દ્વારા કરાયું હતું. એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખે જણાવ્યું હતું કે હું હંમેશાં શક્તિશાળી મહિલાઓથી ઘેરાયેલો રહ્યો છું, મારી માતા, મારી પત્ની, મારી પુત્રી અને મારા મિત્રો. તેમણે એફઆઇએની શક્તિશાળી મહિલાઓના જૂથનો પરિચય કરાવ્યો હતો, જે મહિલાઓએ સંસ્થાના સરળ સંચાલન માટે સખત મહેનત કરી છે.

ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીએ કહ્યું હતું કે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું તમામ મહિલાઓને તેઓના સાહસ, સખત મહેનત માટે બિરદાવું છું.

કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી દ્વારા ડો. પૂર્વી પરીખનું નોનપ્રોફિટ યુનાઇટેડ ફાઉન્ડેશન્સ વેક્સિન પ્રોગ્રામ સ્ર્ત્ર્ંદ્દક્શ્રજ્ઞ્શ્ફૂમાં તેમની અમૂલ્ય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. પૂર્વી પરીખ પ્રવક્તા છે અને એલર્જી એન્ડ અસ્થમા નેટવર્ક તરીકે ઓળખાતા નોનપ્રોફિટમાં મેડિકલ ન્યુઝ કોરસપોન્ડન્ટ છે.
કોન્સલ જનરલે પાંચ મહિલાઓને આ પ્રસંગે પ્રવચન આપવા આમંત્રણ આપ્યું હતું, જેમાં ટીવી એન્કર નિશા માથુર, લેખિકા માયરા ગોડફ્રે, સામાજિક કાર્યકર ઈશિતા ચક્રવર્તી, સંગીતકાર-ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડન અને પ્રોફેસર ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકનો સમાવેશ થતો હતો. વાયોલિનવાદક ડેઇઝી જોપલીને પરફોર્મન્સ રજૂ કર્યું હતુ.ં આ સમારંભમાં એર ઇન્ડિયાની આઠ મહિલા પાઇલોટોનું પણ સન્માન થયું હતું.

નિશા માથુરે જણાવ્યું હતું કે સશક્તીકરણનો અર્થ એ છે કે સાંભળવામાં-બોલવામાં-અભિનયમાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન થવો જોઈએ. ગોડફ્રેએ સમૃદ્ધ જીવન જીવવા માટેની ત્રણ સલાહ આપી હતી.
ચક્રવર્તીએ જણાવ્યું હતું કે અમેરિકાના રાજકારણમાં ફક્ત 26 ટકા મહિલાઓ છે. દરેક રાજ્યમાં અને વોશિંગ્ટન ડીસીમાં ધારાસભ્ય તરીકે મહિલાઓ હોવી જોઈએ, આથી આપણે આપણા સમુદાયો, આપણા હકો, આપણી માન્યતાઓ, આપણાં મૂલ્યો, આપણી સંસ્કૃતિ, આપણા ભાવિ માટે સમર્થન આપી શકીએ.
ટંડને જણાવ્યું હતું કે એનવાયયુ ટંડન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાંનોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 41 ટકા મહિલાઓ છે.
પ્રોફેસર સ્પીવાકે નારીવાદ વિષય પર પ્રવચન આપ્યું હતું.
એફઆઇએના ચેરમેન રમેશ પટેલ, એફઆઇએ પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, નિશા માથુર, માયરા ગોડફ્રે, ઈશિતા ચક્રવર્તી, ચંદ્રિકા ટંડન, ડેઇઝી જોપલીન, કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી અને તેમનાં પત્નીના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત 1909માં વર્કિંગ વીમેન્સ ડે તરીકે થઈ હતી અને 1975માં યુએન દ્વારા તેને ઇન્ટરનેશનલ વીમેન્સ ડે તરીકે જાહેર કરાયો હતો, જે દર વર્ષે આઠમી માર્ચે ઊજવાય છે.