ન્યુ યોર્કમાં એક જ દિવસમાં ૭૩૧નાં મોત, ચીનથી પાંચગણા કેસ

 

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્ક રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં ૭૩૧ મોત નોંધાયા હતા. એ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક સાડા પાંચ હજાર નજીક પહોંચ્યો હતો. અમેરિકામાં ન્યુ યોર્ક સ્ટેટ અને ન્યુ યોર્ક સિટી બંને કોરોનાના એપીસેન્ટર બન્યાં છે. જોકે હોસ્પિટલાઈઝ થનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું. 

ન્યુ યોર્ક શહેરમાં ૩૨૦૦થી વધારે મોત થયા છે. ગવર્નરે કહ્યું હતુ કે ૨૦૦૧ના આતંકી હુમલા કરતા પણ આ શહેરમાં કોરોનાથી મૃત્યુ વધી ગયા છે. એ આતંકી હુમલા વખતે શહેરમાં કુલ ૨૭૫૩ મોત થયા હતા. અમેરિકામાં કોરોના દરદીઓ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કુલ કેસ ૪ લાખથી ઉપર પહોંચી ગયા છે. એટલે કે ચીન કરતાં પાંચગણા કેસ એકલા અમેરિકામાં છે.

દરમિયાન અમેરિકી અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે સરકારને પોતાને જ કોરોનાના કિસ્સામાં શું કરવું એ ખબર નથી. જે નિર્ણયો તત્કાળ લેવા જોઈએ, તેમાં મોડું થઈ રહ્યું છે. ચર્ચા-મિટિંગ પાછળ સમય બગાડાઈ રહ્યો છે. અમેરિકામાં વિવિધ સત્તાધીશો અલગ અલગ પ્રકારની સૂચના આપી રહ્યા છે અને કોઈ નિર્ણય પર એકમત થઈ શકતા નથી. માટે શહેરની અને દેશની આ બદતર સ્થિતિ થઈ છે, તેવો અમેરિકાના અગ્રણી અખબારે અહેવાલ રજૂ કર્યો હતો. જો સરકારે પહેલેથી જ સતર્કતા દાખવી હોય તો આંક ૫૦થી ૮૦ ટકા સુુધી ઓછો રાખી શકાયો હોત.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ષ્ણ્બ્) ચીન પ્રત્યે પક્ષપાત ધરાવે છે અને ચીનને લાભ થાય એવા જ નિર્ણયો લે છે. તેમણે કહ્યું હતુ કે આ સંસ્થાએ ચીને રોગચાળો આખી દુનિયામાં ફેલાયો ત્યાં સુધી હાથ પર હાથ ધરી રાખ્યા હતા. આ સંજોગોમાં અમેરિકા દ્વારા ઓર્ગેનાઈઝેશનને મળતું ફંડ બંધ કરવું પડશે એવી ધમકી આપી હતી. હકીકત પણ એ છે કે જીનીવા સ્થિત આરોગ્ય સંગઠનને સૌથી વધુ ફંડ અમેરિકા પાસેથી મળે છે. ઓર્ગેનાઈઝેશનનું વાર્ષિક બજેટ ૬ અબજ ડોલરનું છે, જેમાં ૨૦૧૯માં અમેરિકા તરફથી અંદાજે ૫૪ કરોડ ડોલરનું તોતિંગ ફંડ મળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here