ન્યુ ઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો

 

રાવલપિંડીઃ શુક્રવારે અહીં વન-ડે સીરિઝની પ્રથમ વન ડે શરૂ થવાના સમયે ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાનું જોખમ હોવાનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો.  મહત્ત્વની વાત એ હતી કે મેચ શરૂ થવાનો સમય થઇ ગયો હતો, પ્રેક્ષકો સ્ટેડિયમમાં બેસી ગયા હતા અને મેચ અધિકારીઓ પણ સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા, ન્યુ ઝીલેન્ડની ટીમ રાવલપિંડીની હોટલમાં જ હતી અને વન ડે શરૂ થવાના સમયે તેમના દ્વારા પ્રવાસ રદ કરાયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેના કારણે સ્ટેડિયમમાં અભૂતપૂર્વ કહેવાય તેવા દૃશ્યો સર્જાયા હતા.

ઇંગ્લેન્ડની ટીમે તેમની પુરુષોની અને મહિલાઓની ક્રિકેટ ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હોવાનું સોમવારે જાહેર કર્યું હતું. ૧૩ અને ૧૪ ઑક્ટોબરે રાવલપિંડીમાં ઈંગ્લેન્ડની ટીમ બે ટ્વેન્ટી-૨૦ મેચ રમવાની હતી. ૧૭-૨૧ ઑક્ટોબર દરમિયાન ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પણ ત્રણ વન-ડે મેચ રમવાની હતી. આ પ્રવાસ હવે રદ કરવામાં આવ્યો છે.