ન્યુ યોર્કઃ ન્યુ જર્સીમાં આયોજિત 14મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડમાં બોલીવુડના અભિનેતા અનુપમ ખેર, ભારતીય ટીવી સ્ટાર નિહારિકા રાઇઝા અને ટીવી પત્રકાર રીચા અનિરુદ્ધ ઉપસ્થિત રહેશે. આ પરેડનું આયોજન ઇન્ડિયન બિઝનેસ એસોસિયેશન દ્વારા 12મી ઓગસ્ટ, રવિવારે બપોરે એક વાગ્યે ઓક ટ્રી રોડ એડિસનથી ઇઝલીન, ન્યુ જર્સી સુધી કરવામાં આવ્યું છે આ પરેડમાં 40 હજારથી વધુ લોકો ભાગ લે તેવી ધારણા છે, જેમાં 20 ફલોટ પ્રદર્શિત કરાશે.