ન્યુ જર્સીમાં ‘સથવારો રાધે શ્યામનો’ સંગીતમય નાટક માણતા હજારો દર્શકો

????????????????????????????????????

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીમાં એલિઝાબેથમાં આવેલા રિટ્ઝ થિયેટરમાં 23મી જૂન, શનિવારે ગુજરાતી સંગીતમય નાટક સથવારો રાધે શ્યામનો યોજવામાં આવ્યું હતું.
રાધા અને કૃષ્ણના સમર્પિત સંગીતમય યુગને નિહાળવા માટે બે હજારથી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 40 કલાકારોએ ભાગ લીધો હતો અને એક હજારથી વધુ કોસ્ચ્યુમ અને 500થી વધુ ઘરેણાં પહેર્યાં હતાં.
આ શોનું આયોજન કનુભાઈ ચૌહાણે કર્યું હતું, જેને આપકા કલર્સ ટીવી ચેનલે સહયોગ આપ્યો હતો. ઘણા દર્શકોએ તેને બ્રોડવે શો તરીકે ગણાવ્યો હતો.
આયોજકોએ અખબારી યાદીમાં કહ્યું કે આ નાટકે ગુજરાતી સ્ટેજ પર સંગીયમય શોની દુનિયામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવીને અવર્ણનીય ઇતિહાસ રચ્યો છે. આ શોમાં રાધા અને કૃષ્ણના પ્રેમની અજોડ રજૂઆત ગીતો, નૃત્ય અને કળાના સર્જન થકી કરવામાં આવી હતી.

આ શો નિહાળવા માટે પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.