ન્યુ જર્સીમાં શિરડી સાંઈ કલ્ચરલ સેન્ટરમાં વિશ્વયોગી મહારાજની 75મી જન્મદિનની ઉજવણી


(ડાબે)કેક કાપતા વિશ્વયોગી મહારાજ અને ડો. સુધીર પરીખ.  (જમણે) પદ્મશ્રી ડો. સુધીર પરીખ શ્રી શ્રી વિશ્વયોગી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

ન્યુ જર્સીઃ ન્યુ જસમાં ઇઝલીનમાં શિરડી સાંઈ કલ્ચરલ સેન્ટરમાં પાંચમી સપ્ટેમ્બરે શ્રી શ્રી વિશ્વયોગી મહારાજના 75મા જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાંચમી માર્ચ, 2019 સુધી દર મહિનાની પાંચમી તારીખે આ ઉજવણી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ તેમ જ અન્ય સેંકડો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સાંઈપૂજન, બાળકો દ્વારા વૈશ્વિક મંત્રોચ્ચાર, વિશાષ્ટકમ વિશે ક્લાસિકલ ડાન્સ પરફોર્મન્સ, વાયોલિનવાદન, ભજનોનો કાર્યક્રમ ઉત્સવ દરમિયાન યોજાયો હતો. આ પ્રસંગે ડો. સુધીર પરીખ, ડો. દત્તાત્રેયુડુ નોરી અને આઇટીવી ગોલ્ડના અશોક વ્યાસને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે દરેક એવોર્ડ મારા માટે મૂલ્યવાન હોય છે અને મિડિયામાં યુવાનોનો મનોરંજન આપવાની દિશામાં પોતાનું ધ્યેય રહેલું છે.
ડો. પરીખે કહ્યું હતું કે હું માનું છું કે તમે ગમે તે કરવા ઇચ્છો છો, પણ દિવ્યગુરુના આશીર્વાદ વગર તમે તે કદી કરી શકતા નથી. હું સમુદાયની સેવા માટે સતત 16 કલાક સુધી કામ કરું છું. મેં વ્રજ ટેમ્પલની સ્થાપના કરી છે. હું ‘આપી’, ઇન્ડિયા ડે પરેડનો પણ હિસ્સો છું. મેં સમુદાયની સેવા કરવા માટે ચાર અખબારો અને ચોવીસે કલાક ટીવી ચેનલ આઇટીવી ગોલ્ડ હસ્તગત કરી છે, જેથી ભાવિ પેઢીને માહિતગાર કરી શકાય. મને વિશ્વયોગી મહારાજ અને સત્ય સાંઈબાબા સહિત વિવિધ વિભૂતિઓના આશીર્વાદ મળ્યા છે તે બદલ હું સદ્નસીબ છું.
આ પછી વિશ્વયોગી મહારાજે આશીર્વચન આપ્યાં હતાં અને ભારત – અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશા પર ભાર મૂક્યો હતો.
ઉપસ્થિત ભક્તોમાં લૌરાનો સમાવેશ થતો હતો તે ચાર કલાક ડ્રાઇવ કરીને વિશ્વયોગી મહારાજનાં દર્શન કરવા આવી હતી. લૌરાએ પોતાના અનુભવો દર્શાવતાં જણાવ્યું હતું કે સ્વામીજી હંમેશાં મારી સાથે છે. તેઓ મારા હૃદયમાં વસેલા છે. તેઓ મારા જીવનને દોરે છે અને રક્ષણ કરે છે. મારા ધ્યાન દરમિયાન હું સદા તેમની અનુભૂતિ વ્યક્ત કરું છું. અંતે કેક કાપવામાં આવી હતી અને પ્રસાદ આપવામાં આવ્યો હતો.