ન્યુ જર્સીમાં મેયર રવીન્દ્ર ભલ્લાને અપાયેલી મોતની ધમકીની તપાસ કરતી પોલીસ

જર્સી સિટીઃ ન્યુ જર્સીના મેયર રવીન્દર ભલ્લા અને તેમના પરિવારને આપવામાં આવેલી મોતની ધમકીની તપાસ હોબોકેન પોલીસ વિભાગ કરી રહ્યો છે. 15મી ફેબ્રુઆરીની રાતે ભારતીય-અમેરિકન મેયર રવીન્દર ભલ્લાની ઓફિસમાં બનેલા બનાવની તપાસ ભલ્લાએ પર્દાફાશ કર્યો હતો કે તેમને અને તેમના પરિવારને મોતની ધમકી મળી હતી.
પરંપરાગત પાઘડી અને દાઢીના પરિવેશમાં આવેલા રવીન્દર ભલ્લા પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ શીખ છે જે ન્યુ જર્સીના મેયર બન્યા છે, જે હડસનથી ન્યુ યોર્કને આવરી લે છે. આના પરિણામે સિટી હોલમાં સલામતી વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે.
મેયર રવીન્દર ભલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે, મને અને મારા પરિવારને મોતની ધમકીઓ મળી છે ત્યારે મને લાગે છે કે અમારે સલામતી વ્યવસ્થાની જરૂરિયાતને ગંભીરતાથી લેવી જોઈએ. જાન્યુઆરીમાં હોદ્દો સંભાળનારા ભલ્લાએ જણાવ્યું હતું કે ધ જોઇન્ટ ટેરરીઝમ ટાસ્ક ફોર્સ દ્વારા સિટી હોલની તપાસ કરવામાં આવી છે, અને ઇમારતમાં તમામ કર્મચારીઓ માટે સલામતી વ્યવસ્થા સુધારવા જરૂરી તમામ બદલાવો માટે તેઓની ભલામણો લાગુ કરવા કામગીરી કરી રહ્યા છીએ.
ભલ્લાની ઓફિસ દ્વારા 16મી ફેબ્રુઆરીએ જારી કરાયેલી અખબારી યાદી મુજબ, ભલ્લાની ઓફિસમાં 15મી ફેબ્રુઆરીએ રાતે નેવાર્ક સ્ટ્રીટમાં સિટી હોલમાં એક વ્યક્તિ આવી હતી. તેણે મેટલ ડિક્ટેટર પસાર કરી સલામતી અધિકારીઓને કહ્યું હતું કે તેનેે રેસ્ટરૂમનો ઉપયોગ કરવો છે. તે વખતે મેયરની ઓફિસમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જેસોન ફ્રીમેન એકલા હતા. મેયર ભલ્લા કોમ્યુનિટી મિટિંગમાં હાજરી આપવા ઓફિસ જઈ રહ્યા હતા. ફ્રીમેને જોયું કે એક માણસ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની ડેસ્ટની દિશામાં ગયો હતો અને મેયરની ઓફીસમાંથી બહાર નીકળ્યો હતો. ફ્રીમેને પોલીસને બોલાવી હતી અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
હોબોકેન પોલીસ ચીફ કેનેથ ફેરાન્ટેએ કહ્યું હતું કે અમે આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ, અમે મેયરની સલામતી માટે કામ કરી રહ્યા છે અને સિટી હોલની મુલાકાત લેનારા દરેકની તપાસ કરી રહ્યા છીએ. ચૂંટણીપ્રચાર દરમિયાન ભલ્લાને જાતીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ભલ્લાને ‘આતંકવાદી’ ગણાવતા ફ્લાયર વહેંચવામાં આવ્યા હતા.