ન્યુ જર્સીમાં ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

ન્યુ જર્સીઃ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે, જે ત્રીજીથી પાંચમી ઓગસ્ટ, 2018 દરમિયાન ન્યુ જર્સીમાં યોજાશે.    ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો   મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મજગત પ્રત્યે જેમનું પ્રશંસનીય યોગદાન છે તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. તદુપરાંત આ ફેસ્ટિવલ, ફિલ્મનિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટિક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે, જેથી અન્ય ફિલ્મઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવું સ્થાન મેળવી શકે.
ફિલ્મનિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પાત્ર તરીકે બહાર લાવવાના ઉદેશ્યથી ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આયોજન થઈ રહ્યું છે. અમેરિકામાં થનારો સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે. જ્યારે દર્શકો મોટા ભાગે બોલીવુડ અને મુખ્ય પ્રવાહના સિનેમા સુધી મર્યાદિત રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતી ફિલ્મનિર્માતાઓ અને ગુજરાતી ફિલ્મઉદ્યોગ માટે તાજી હવાના એક શ્વાસ તરીકે આવે છે. ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ધ્યેય છે તે દર્શાવવાનું કે ગુજરાતી સિનેમામાં પણ એવી સ્ક્રિપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઈ અન્ય ફિલ્મ ઉદ્યોગ સાથે ખભાથી ખભા મેળવીને ઊભા રહી શકે છે. આ ફિલ્મ ફેસ્ટિવલની પહેલ કૌશલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે.
ઉમેશ શુક્લા ઘણાં ગુજરાતી નાટકો અને બોલીવુડ ફિલ્મ્સ માટે પ્રશંસા પામેલા દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે. તેમણે યુટીવી મોશન પિક્ચર્સ સાથે તેમની દિગ્દર્શકની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી ઓહ! માય ગોડ. સૌપ્રથમ યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યો ગુજરાતી અને હિન્દી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ જ પ્રિય હસ્તીઓ છે, જેમાં અરુણા ઈરાની, જય વસાવડા, અનુરાગ મહેતા અને મધુ રાયનો સમાવેશ થાય છે.