ન્યુ જર્સીમાં ડાન્સ વર્કશોપનું આયોજન કરતો ધર્મેશ યેલાન્ડે

0
896


નવરંગ ડાન્સ એકેડેમી, ન્યુ જર્સી દ્વારા ટીવી એશિયાના સહયોગથી ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું હતું, જે ધર્મેશ યેલાન્ડેના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. ધર્મેશ ભારતમાં બુગી વુગી રિયલિટી ટીવી ડાન્સ શો સિરીઝનો વિજેતા છે. તે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન-ટુમાં ફર્સ્ટ રનર અપ હતો. તેણે ‘એબીસીડી’, ‘એબીસીડી-ટુ’માં અભિનય આપ્યો હતો. તેણે ફિલ્મ ‘તીસ મારખાં’ માટે કોરિયોગ્રાફી કરી છે. વર્કશોપનું આયોજન નવરંગ ડાન્સ એકેડેમીનાં વર્ષા નાયકે કર્યું હતું, જે ટીવી એશિયા સંકુલમાં યોજાયો હતો. ધર્મેશે ત્રણ કલાકની વર્કશોપમાં ન્યુ જર્સીના 60 યુવાનોને ડાન્સ શીખવાડ્યો હતો