ન્યુ જર્સીમાં ચૂંટણીપ્રચારમાં સમુદાયને મજબૂત બનાવતા ચળવળકારો

0
925
ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીના પ્રચાર દરમિયાન જર્સી સિટીમાં લિટલ ઇન્ડિયાના પ્રવાસે આવેલાં ફર્સ્ટ લેડી ટેમી મરફી સાથે જોડાયેલા ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન વોલન્ટિયર્સ અને એક્ટિવિસ્ટ્સ.

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીમાં ચૂંટણીપ્રચાર દરમિયાન સમુદાયના રાજકીય શક્તિને મજબૂત બનાવવામાં ન્યુ જર્સીના ચળવળકારો સક્રિય અને વ્યસ્ત છે. ન્યુ જર્સીમાં વસતા દીપ્તિ જાની પોતે જ્યાં જાય છે ત્યાં પોતાના પર્સમાં વોટર રજિસ્ટ્રેશન ફોર્મ લઈ જાય છે, તેઓ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ કે શોપિંગ એરિયામાં જાય અથવા મિત્રોની મુલાકાત લે ત્યારે વોટર રજિસ્ટ્રેશન ફોર્મ લઈ જાય છે. તેમણે આઠમી નવેમ્બર, 2017ના ચૂંટણી અગાઉના મહિનાઓથી આની શરૂઆત કરી હતી. ઘણા ભારતીય-અમેરિકનો અને અન્ય સાઉથ એશિયનો આ કામગીરી કરી રહ્યા છે અને આનું પરિણામ જોયું હશે કે ઘણા ભારતીય-અમેરિકનો ચૂંટણીમાં વિજેતા થયા હતા અને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયા હતા, જેમાં ન્યુ જર્સી સ્ટેટ સેનેટમાં વિન ગોપાલથી લઈને વિવિધ સિટી કાઉન્સિલોના સભ્યો તેમ જ હોબોકેન મેયર રવીન્દર ભલ્લાનો સમાવેશ થાય છે.
ન્યુ જર્સીમાં પ્રાઇમરી ચૂંટણી માટે પાંચમી જૂન માટે મત નોંધવા માટેની અંતિમ તારીખ 15મી મે છે. ચળવળકારો વધુ નોંધણી થાય તે માટે સક્રીય છે.

દાયકાઓથી ભારતીય-અમેમિરકનો પૂરતી સંખ્યામાં પોતાના મતોની ફાઇનલ વોટકાઉન્ટ માટે નોંધણી કરાવતા નહોતા, પછી તે સ્થાનિક ચૂંટણી હોય કે પ્રમુખપદની ચૂંટણી હોય તેમ સાઉથ એશિયન રજિસ્ટ્રેશન ઇનિશિયેટિવના ફાઉન્ડર રિતેશ શાહ કહે છે. આ ઓર્ગેનાઇઝેશને ડિસ્ટ્રિક્ટ 11, મોનમાઉથ કાઉન્ટી, ન્યુ જર્સીમાં સમુદાયના મતદારોને આકર્ષ્યા હતા, જ્યાં વિન ગોપાલ જીતી ગયા હતા.
રિતેશ શાહે કહ્યું કે અમે ફક્ત મેન ઉપર જ નથી, પરંતુ ટેબલ ઉપર પણ છીએ. આ ઝુંબેશ અગાઉ ફક્ત 12 ટકા મતદારો મોનમાઉથ કાઉન્ટીમાં મતદાન કરતા હતા.

યુએસ કોંગ્રેસમાં ન્યુ જર્સીના ડિસ્ટ્રિક્ટ સેવનના ડેમોક્રેટિક ઉમેદવાર ગૌતમ જોઇસ સાથે તેમનાં પત્ની એલિઝાબેથ અને સંતાનો અંજલિ અને વિક્રમ

હવે સાઉથ એશિયન રજિસ્ટ્રેશન ઇનિશિયેટિવ (સારી)નો વિવિધ અન્ય ઉમેદવારો સંપર્ક કરી રહ્યા છે, જેમાં ગૌતમ જોઇસનો સમાવેશ થાય છે. ગૌતમ જોઇસ ન્યુ જર્સીની ડિસ્ટ્રિક્ટ સેવનમાંથી યુએસ કોંગ્રેસ માટે ઉભા રહ્યા છે.
ન્યુ યોર્ક સ્ટેટમાં સૂરજ પટેલ ડેમોક્રેટ કેરોલીન મેલોની (ડી-એનવાય) સામે 26મી જૂનની ન્યુ યોર્ક પ્રાઇમરી જીતવા માટે ‘સારી’ને મળ્યા હતા, પરંતુ સંસ્થાએ પોતાની કામગીરી વિસ્તારવાની હજી બાકી છે.
ભૂતપૂર્વ ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલીમેન ઉપેન્દ્ર ચિવુકુલા યાદ કરે છે, જ્યારે તેમણે 1992માં વોટર રજિસ્ટ્રેશન પ્રયાસોની શરૂઆત કરી હતી, જે ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશનનો ભાગ હતો.
દીપ્તિ જાનીના પુત્ર અને ગવર્નર કેમ્પેન માટે મરફીના ભૂતપૂર્વ આઉટરીચ ડિરેક્ટર અને ન્યુ જર્સી ડેમોક્રેટિક સ્ટેટ પાર્ટીના અમિત જાની કહે છે કે ચૂંટણીપ્રચારના કારણે લોકોને ખ્યાલ આવે છે કે આપણે તેમની સાથે છીએ, અને તમારામાં તેમને વિશ્વાસ છે.
ઈશાન શાહ યુએસ સેનેટમાં રિપબ્કિન ઉમેદવાર મલ્ટિમિલિયોનેર ફાર્મસ્યુટિકલ એક્ઝિક્યુટિવ બોબ હુજીનના ડિરેક્ટર ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ છે. ઈશાને કહ્યું કે અમારા માટે સાઉથ એશિયનો, ભારતીય અમેરિકી સમુદાય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકશાહીમાં ભારતીય-અમેરિકનોની નોેંધણી ખૂબ જ મહત્ત્વની બાબત છે.
આગામી રવિવાર, 29મી એપ્રિલે ‘સારી’ ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી’સ સ્પ્રિન્ગ કલ્ચરલ એન્ડ કલર ફેસ્ટિવલમાં બુથ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે, જે ન્યુ જર્સીમાં મોનમાઉથ જંક્શનમાં રીચલર પાર્કમાં યોજાશે. સેનેટર ગોપાલે ઈ-મેઇલમાં જણાવ્યું કે આમાં ઘણાબધા ભાગ લે તેવી આશા છે. આથી સેન્ટ્રલ ન્યુ જર્સીમાં સાઉથ એશિયન સમુદાયને સહાય કરવાની ઉમદા તક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here