ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનું જન – અભિયાન શરૂ કરવામાં આવ્યું એના સારા પરિણામો ભારતમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આમ જનતામાં ધીરે ધીરે એ અંગે જાગૃતિ આવી રહી છે.
હવે અમેરિકાની સેનેટમાં પણ એ અંગે હિલચાલ થઈ રહી છે. થોડા વખત પહેલાં અમેરિકાની સેનેટમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ મૂકતું બિલ પેશ કરવામાં આવ્યું હતું. જેને હોટલ એસોસિયેશન ઓફ ન્યુયોર્ક સિટી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત એસો.ના સીઈઓ ભારતીય- અમેરિકન સીઈઓ શ્રી વિજય દાંડાપાનીએ આ બિલને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. પર્યાવરણની સુરક્ષામાં એસોસિયેશનનો સાથ- સહકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. ન્યુ યોર્કમાં દર વરસે આશરે 27 મિલિયન જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલનો વપરાશ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.