ન્યુઝીલેન્ડ વિરુધ્ધ રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાયનલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતની ટીમના 15 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી …

 

                             ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  દ્વારા તાજેતરમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાયનલમાં રમનારી ભારતીય ટીમના 15 ખેલાડીઓના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. આ 15 સભ્યોમાંથી જ 11 ખેલાડીઓનું ચયન કરવામાં આવશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ફાયનલ મેચ રમાવાની શરૂઆત થશે. ભારતતી ક્રિકેટ ટીમની ઘોષણા થાય તેની  અગાઉ જ ન્યુઝીલેન્ડ દેવારા તેની ટીમના ખેલાડીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભારતની ટીમમાં ઉમેશ યાદવ, શર્મા અને હનુમા વિહારીને ફરીથી લેવામાં આવ્યા છે. ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલને પસંદ કરાયા છે. આથી એક વાત સ્પષ્ટ થઈ હતીકે, ચયનકારોએ મયંક અગ્રવાલને ટીમમાં સમાવવા અંગે વિચાર કર્યો નથી. જે હાલમાં ટીમની સાથે ઈંગ્લેન્ડમાં રમી રહ્યા છે. આથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, ભારતીય ટીમમાં રમતની શરૂઆત રોહિત શર્માની સાથે શિુભમન ગિલ કરશે. ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંત અને રિધ્ધિમાન સાહના નામ સામેલ કરાયા છે. ઉપરોક્ત ભારતીય ક્રિકેટ ટીમમાં  પાંચ ઝડપી બેટસમેન તરીકે જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહીત  શર્મા, ઉમેશ યાદવ અને મોહમદ સિરાજને સમાવી લેવાયા છે. અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર તેમજ શાર્દુલ ઠાકુરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. 

    નયુઝીલેન્ડ વિરુધ્ધ રમાનારી ભારતની પહેલી ટેસ્ટ મેચના 15 ક્રિકેટ ખેલાડીઓના નામોની યાદી આ પ્રમાણે છેઃ 

               રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી( કેપ્ટન), અજિંકય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત(વિકેટકીપર), રિધ્ધિમાન સાહા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા , મોહીત શમાૅ, ઉમેશ યાદવ, મોહમદ સિરાજ