ન્યુઝીલન્ડમાં બે મસ્જિદ પર ત્રાસવાદીઓનો ભયાનક હુમલો. 49થી વધુ વ્યક્તિઓના મૃત્યુ … અનેક લોકો ઘાયલ … બાંગલાદેશની ક્રિકેટ ટીમ બચી ગઈ…શહેરમાં દોડધામ અને અરાજકતાને ભયનું વાતાવરણ….શાળાઓ બંધ કરી દેવામાં આવી….આતંકી હુમલા વખતે મસ્જિદમાં 600 લોકો હતા…

0
741

ન્યુઝીલેન્ડની સાઉથ આઈસલેન્ડ સિટીની બે મસ્જિદો પર ભયંકર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકી હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં આશરે 49 જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડની ટીમ સાથે ક્રિકેટ રમવા ગયેલા બાંગલાદેશના ક્રિકેટરો નમાઝ પઢવા માટે એ જ સમયે મસ્જિદમાં પ્રવેશ કરી રહયા હતા. તેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતા. તેમને સલામતી સાથે બસમાં બેસાડીને પરત હોટેલમાં સુરક્ષિતતા સાથે મોકલી દેવામાં આવ્યા હતા. બંગ્લાદેશની ક્રિકેટ ટીમના આસરે 6થી7 ખેલાડીઓ મસ્જિદમાં મોજૂદ હોવાનું જણાવવામાં આવ્યું હતું,આ  ઘટના બાબત માહિતી આપતાં ન્યૂઝીલેન્ડના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, બંદૂકધારી વ્યક્તિઓએ બે મસ્જિદ પર અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોર દક્ષિણપંથી ઓસ્ટ્રેલિયન નાગરિક હતો. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ એક સુવ્યવસ્થિત આતંકી હુમલો હતો. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ સહુથી ખરાબ ઘટના છે. હાલમાં બાંગલાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જોકે ટીમના બધા ખેલાડીઓ સુરક્ષિત છે પણ તેઓ આઘાત અનુભવી રહયા છે, હેબતાઈ ગયા છે. હુમલાખોરો કાળા રંગના પોશાકમાં હેલ્મેટ પહેરીને મસ્જિદમાં પ્રવેશ્યા હતા. અલ નૂર મસ્જિદ શહેરની વચ્ચેઆવેલી છે. સમગ્ર શહેરમાં આઘટનાને કારણે  દહેશતનો માહોલ છવાયેલો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર, લોકો મસ્જિદમા નમાઝ પઢતા હતા ત્યારે જ અંદર પ્રવેશીને હુમલાખોર આતંકીઓએ તેમની પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચાર વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.