ન્યુજર્સીમાં પરામસ ટાઉનમાં યોજાઈ રહયો છે ગુરુકુલ મહોત્સવ

0
1281

અમેરિકામાં ન્યુ જર્સી ખાતે પરામસ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પંચાબ્દી મહોત્સવ ઉજવવવામાં આવી રહયો છે. ન્યુ જર્સીના બર્ગન કાઉન્ટીમાં પરામસ ખાતે આવેલા ગુરુકુળનો 2013માં આરંભ કરવામાં આવ્યો હયો. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભહસ્તે આ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. પરામસના ગુરુકુલમાં બાળકો તેમજ યુવાનોને હિંદી તેમજ ગુજરાતી શીખવવામાં આવલે છે. ગીત- સંગીત તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો ગુરુ તેમંજ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આગામી 7,8 અને 9 સપ્ટેમ્બરે યોજાનારા આ કાર્યક્રમમાં હેલ્થ કેમ્પ, ફુડ બેન્ક, ટોય સ્ટોલ , નાના અને કિશોર વયના બાળકો માટે કલ્ચરલ કાર્યક્રમો , નાટકો તેમજ ગીત- સંગીત – નૃત્યના કાર્યક્રમો પેશ કરવામાં આવશે. એ સાથે સાથે ભકતોને કથા- શ્રવણ અને સત્સંગનો પણ લાભ મળશે. એ સાથે સાથે મહા વિષ્ણુયાગ , ભગવાન શ્રી સ્વામિનારાયણનો અભિષેક, અન્નકૂટ, સમૂહ પૂજા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. બાલ- યુવા ભક્તિ , મહિલા મંચ , હિંડોળા ઉત્સવ વગેરે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું  સુંદર આયોજન કરવામાં આવ્યું છે.