નોર્થ કોરિયા અમેરિકાને ધમકી આપી રહ્યું છેઃ જો તમારે પ્રમુખપદની ચૂંટણી શાંતિથી યોજવી હોયતો સાઉથ અને નોર્થ કોરિયાના વિવાદથી દુર રહેજો. ..

Korea North Supreme leader Kim Jong-un. (File Photo: IANS)

 

 

               નોર્થ કોરિયાએ અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો અમેરિકાએ પોતાને ત્યાં પ્રમુખની ચૂંટણી કાયદાથી થતી જોવી હોય તો અમેરિકાએ નોર્થ  કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેના વિવાદથી દૂર રહેવું જોઈએ. અમેરિકાએ પોતાના કામથી કામ રાખવું જોઈએ. પારકી પંચાતમાં પડવું એના માટે સારું નથી. નોર્થ કોરિયાએ સાઉથ કોરિયા સાથે દરેક પ્રકારના રાજદ્વારી સંબંધો તેમજ વાતચીતના સંબંધો સુધ્ધાં સંપૂર્ણપણે તોડી નાખ્યા હતા, ત્યારે તેના આ પગલાની અમેરિકાએ ભરપૂર નિંદા કરી હતી. નોર્થ કોરિયાની સમાચાર એજન્સીએ કરેલા નિવેદનમાં વિદેશ અધિકારીના નિવેદનને ટાંકવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકાની નીતિ બેધારી છે. વોશિંગ્ટને પોતાનું મોઢું  બંધ રાખવું જોઈએ અને પોતાની ઘરઆંગણાની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.