નોર્થ અમેરિકાનાં 14 શહેરોમાં વાર્ષિક બીએપીએસ મહિલા પરિષદનું આયોજન

 

ન્યુ યોર્કઃ એકતા એ જ સંપ છે એવા સૂત્રને સાકાર કરવાના હેતુથી સમગ્ર નોર્થ અમેરિકાનાં 14 શહેરો-કેન્દ્રોમાં વાર્ષિક બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) મહિલા પરિષદનું આયોજન 21મી એપ્રિલથી પાંચમી મે દરમિયાન કરાયું હતું. જેમાં તમામ વયની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલા સશક્તીકરણ અંતર્ગત યોજાયેલી આ પરિષદમાં વિવિધ વક્તાઓએ પ્રવચનો આપ્યાં હતાં.
આ ઉજવણી અંતર્ગત પાંચ શહેરોનાં બીએપીએસ મંદિરોમાં બે હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. એડિસન ન્યુ જર્સી, ન્યુ યોર્ક, રોબિન્સવિલે ન્યુ જર્સી, વોશિંગ્ટન ડીસી, વેસ્ટબરો, મિયામીમાં આ વાર્ષિક પરિષદ યોજાઈ હતી.
રોબિન્સવિલેમાં ન્યુ જર્સી સેનેટર લિન્ડા ગ્રીનસ્ટેઇન, ડો. તમન્ના કાલરા, ડોય પ્રિયા પટેલ, નૈમી પટેલ સહિતના વક્તાઓએ પ્રવચનો આપ્યાં હતાં. વેસ્ટબરોમાં ગૌરી ચંદના, ટેમી મરફી, એસેમ્બલીવુમન નીલી રોઝીક, સુહાગ શુક્લા, એલેન ડોરિયને પ્રવચનો આપ્યાં હતાં.
બીએપીએલ વીમેન્સ કોન્ફરન્સની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરવામાં આવી હતી, જેને મહંત સ્વામી મહારાજ પ્રોત્સાહન આપી રહ્યા છે.