નોબેલ શાંતિ પુરસ્કાર-2018ના વિજેતાઓ – ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદ –  જાતીય હિંસાનો યુધ્ધના શસ્ત્રની જેમ ઉપયોગ થતો રોકવાના પ્રયાસો કરવા બદલ અપાયો છે શાંતિ નોબેલ પુરસ્કાર

1
1067

રોયલ સ્વીડિશ એકેડેમીએ 2018ના વરસનો શાંતિ નોબેલ પુરસ્કાર ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને આપવાની ઘોષણા કરી હતી. ડેનિસ મુકવેગે કાન્ગો મૂળના એક તબીબ છે અને છેલ્લા ઘણા સમયથી યૌન હિંસાનો યુધ્ધના સાધન તરીકે થતો ઉપયોગ અટકાવવાના પ્રયત્નો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરતા રહયા છે. નાદિયા મુરાદ ઈરાકના  અલ્પસંખ્યક યજીદી સમુદાય સાથે સંબંધ ધરાવે છે. ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસ દ્વારા એનું અપહરણ કરીને બંધક તરીકે રાખવામાં આવી હતી. એ સમયગાળા દરમિયાન એની ઉપર અનેકવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. બીજી અનેક રીતે એનું શોષણ કરવામાં આવ્યું હતું. પોતાના પર થયેલો જુલ્મ, બળાત્કાર અને શોષણની ઘટનાઓ દુનિયા સમક્ષ પ્રકાશિત કરીને તેણે યુધ્ધ દરમિયાન કરવામાં આવતી યૌન હિંસાની વાત આખી દુનિયાને જણાવવાનું બહાદુરીભર્યું અને માનવતાવાદી કાર્ય કર્યું હતું. સાહસ અને હિંમતભર્યા નાદિયા મુરાદના કાર્યની નોબેલ પારિતોષિક આપીને સરાહના કરવામાં આવી છે.

 ડેનિસ મુકવેગે પોતાના જીવવો મહત્વનો સમયગાળો રિપબ્લિકન ઓફ કોન્ગોમાં યૌન હિંસાથી પીડિતોની મદદ કરવામાં વિતાવ્યો હતો. ડેનિસ મુકવેગે અને તેમનો સ્ટાફ આજ સુધી યૌન હિંસાના શિકાર બનેલા હજારો લોકોની સહાયતા કરતો રહયો છે.