નોબેલ પારિતોષિક વિજેતા અથર્શાસ્ત્રી કહે છે- ભારતે મેન્યુફેકચરિંગ પર લક્ષ આપશે તો જ લાખો લોકોને રોજગાર મળશે…

0
789
Reuters

ભારતમાં બેકારીની સમસ્યાનું નિરાકરણ કરવા, લાખો લોકોને રોજી- રોટી મળી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે ભારત સરકારે ગ્રામ્ય વિસ્તારોની અર્થ -વ્યવવસ્થામાં મૂડી રોકાણ કરવું જોઈએ તેમજ ગામડાઓમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ. ભારતે નવી નોકરીઓ ઊભી કરવામાટે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી રોજગારના ક્ષેત્રમાં કોઈ વ્યાપક પ્રભાવ પડી શકવાનો નથી. એને કારણે કોઈ લાભ થવાનો નથી. નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં નોકરી- રોજગાર ઊભો કરવામાટે અનેક યોજનાઓ બનાવી ,પણ એનાથી પૂરતો લાભ થયો નથી. જાણીતા નોબેલ એવોર્ડ- વિજેતા ઈકોનોમિસ્ટ પોલ ક્રુગમેને તાજેતરમાં ભારતની અર્થ- વ્યવસ્થા અંગે પોતાનો ઉપરોકત અભિપ્રય આપીને કેટલાક સૂચનો પણ કર્યા હતા.

  બેકારીની સમસ્યાનું નિરાકરણ કરવા , ભારતમાં  વિવિધ ક્ષેત્રે નવા રોજગાર ઊભા કરવા તેમણે બે પધ્ધતિનો નિર્દેશ કર્યો હતો. તેમનું માનવું છે કે જો આ પદ્ધતિને અમલમાં મૂકલવામાં આવે તો ભારતમાં વધતી જતી બેકારીની સમસ્યા- નોકરીની જરૂરિયાતને સહેલાઈથી પહોંચી વળી શકાશે. નામાંકિત અર્થશાસ્ત્રી ક્રુગમેને કહ્યું હતું કે, ભારત ઘણી બધી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતે એ અંગે ગંભીરતાથી વિચાર કરીને મેન્યુફેકચરિંગના ક્ષેત્રમાં આગળ વધવું  જોઈએ. ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને જ સર્વિસ સેકટરમાં નોકરીઓ મળે છે. પણ લાખો- કરોડો આમ લોકો માટે રોજગાર- નોકરીઓ ઊભી કરવાની અત્યારે ખાસ જરૂર છે. મેન્યુફેકચરિંગ- ઉત્પાદનનું ક્ષેત્ર આવી નોકરીઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકે એમ છે. વિકાસશીલ દેશોએ લોકોને માટે રોજગાર- નોકરીઓનું સર્જન કરવા માટે અગત્યની બાબત એજ છેકે સરકારે ગામીણ વિસ્તારોમાં રોકાણ કરવું જોઈએ. જયાં લોકો રોજગારવિહોણા હોય તે રાષ્ટ્રનો નિશ્ચિત વિકાસ નથી થઈ શકતો.