
ગત 9ઓકટોબર, 2012માં સ્વાતની ખીણમાં બંદૂકધારી તાલિબાનીઓએ મલાલાની સ્કૂલ બસને અટકાવી હતી અને બસમાં ઘુસીને લોકોને એવો પ્રશ્ન કર્યો હતોકે, મલાલા કોણ છે ?
બસમાં પ્રવાસ કરી રહેલી મલાલાને તાલિબાનીઓએ ઓળખી કાઢીને તેને ગોળી મારીને ગંભીરપણે ઘાયલ કરી દીધી હતી. તાલિબાની હુમલામાં ઘાયલ થયેલી મલાલા 29મી માર્ચે પહેલીવાર પોતાના વતન પાકિસ્તાન પહોંચી હતી.પોતાના વતનમાં આવીને એ અત્યંત લાગણીવશ થઈ ગઈ હતી. મલાલાએ પાકિસ્તાનના વડાપ્રઘાન સાહિદ ખાકાન અબ્બાસી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનના વિદેશમંત્ર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ટવીટ કરીને કહ્યું હતું કે, અમને તમારા માટે ગર્વ છે..પાકિસ્તાન પરત આવ્યા બાદ 20 વરસની મલાલાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વરસથી પાકિસ્તાન પરત આવવાના સપનાં જોતી હતી. ફરતી હોઉં ત્યારે હું સપનું જોતી રહેતી કે જાણે હું ઈસ્લામાબાદ કે કરાચીમાં છું. છેવટે મારું સપનું સાચું પડ્યું છે અને હું મારા વતન પાકિસ્તાનમાં આવી ગઈ છું. હું ખૂબ જ ખુશ છું. મારી એવી પ્રબળ ઈચ્છા છે કે હું સમગ્ર પાકિસ્તાનમાં આઝાદીથી ફરી શકું..