નોકરી માટે શહેરોમાં નહિ આવવું પડે, દેશની મોટી ફેક્ટરીઓ પોતાના પ્લાન્ટ ગામમાં નાખશે

 

નવી દિલ્હીઃ અત્યાર સુધી દેશમાં મોટી કંપનીઓમાં નોકરી મેળવવા માટે દેશનાં મહાનગરો અથવા મોટા શહેરમાં જ રહેવું પડતું હતું. જો કે હવે તે દિવસો દુર નથી કે, જ્યારે ગામડાઓમાં રહીને મોટી કંપનીઓમાં નોકરીનું સપનું પુર્ણ થશે. લોકડાઉન ખુલ્યા બાદ આવી સ્થિતીનું સર્જન થશે. હવે મજૂરોએ શહેરમાં ધક્કા ખાવા નહિ પડે અને ઝુંપડીઓમાં પોતાનાં જીવન પસાર નહિ કરવું પડે. મોટી કંપનીઓ પોતે જ ગામડાઓ સુધી પહોંચશે. 

ભારતીય ઉદ્યોગ સંઘના નવા અધ્યક્ષ ઉદય કોટકે ગુરુવારે  અહીં પત્રકારો સાથે વાતચીત કરીને કહ્યું કે, હવે રૂરલથી અર્બન તરફ પલાયન નહિ પરંતુ રિવર્સ માઇગ્રેશન થઇ રહ્યું છે. એક તરફ અહીં રૂરલ અર્બન રીબેલેન્સ થશે. હવે તેને ઘરની આસપાસ જ રોજગાર મળી રહેશે અને તેઓ પોતાનાં પરિવાર સાથે રહી શકશે. તેમને શહેરોમાં સ્લમ એરિયામાં રહેવાથી મુક્તિ મળશે. 

ઉદય કોટકનું કહેવું છે કે હવે મોટી કંપનીઓ પણ ગામોમાં જઇને જ ફેક્ટરી લગાવવા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા લાગી છે. એક ઉદ્યોગ સંગઠન તરીકે સીઆઇઆઇ તેને આગળ વધારી રહ્યા છે. જોવામાં આવે તો સરકાર આ સમયે સુધારાનાં ઘણા પગલાઓ ઉઠાવી રહી છે અને ગ્રામીણ ક્ષેત્રમાં માળખાગત સંરચના આ પ્રકારે બની રહી છે કે ત્યાંથી કામ કરવામાં કોઇ જ સમસ્યા નહિ થાય.

તેમનું કહેવું છે કે હાલનાં સમયે લાખો અતિકુશળ લોકો શહેરમાંથી પલાયન કરીને ગામોની તરફ ગયા છે. એટલા માટે ગામોની આસપાસ કારખાના લગાવનારા લોકોને કુશળ કારીગરોની કોઇ ઘટાડો નહિ હોય. આ જરૂર પડે તો તેમને રીસ્કિલ કરવામાં આવી શકે છે. તેમને વિશેષ પ્રશિક્ષણ આપીને કંઇક વધારે કામ કરવા યોગ્ય બનાવી શકાશે