નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ- કાશમીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબદુલ્લાએ કોંગ્રસના નેતા શશી થરુરને પત્ર લખ્યોઃ તેમના પર સરકાર સતત નજર રાખી રહી હોવાની બાબતથી તેઓ સખત નારાજ છે…

0
1008


આખરે ફારુક અબદુલ્લાએ મૌન તોડ્યું , શશી થરુરના પત્રનો ઉત્તર આપ્યો. ગત 5 ઓગસ્ટના દિનથી જમ્મુ- કાશ્મીરમાં નેશનલ લીગના નેતા અને સંસદસભ્ય ફારુક અબદુલ્લાને  નજરબંધ રાખવામાં આવ્યા હતા. તેમના વિષે મિડિયામાં પમ ખશા સમાચાર પ્રકાશિત થતા નહોતા. અન્ય પક્ષોના અગ્રણી નેતાઓ સહિત ફારુક અબદુલ્લાને નજરબંધ રાખવામાં આવ્યા ઙતા. આથી તેના હાલચાલ જાણવા માટે કોંગ્રેસના નેતા શશી થરુરે એક પત્ર  લખ્યો હતો. તેના જવાબમાં પોતે થરુરને પક્ષ પાઠવીને પોતાની હાલત વિષે વાત કરી હતી. ઓકટોબરમાં શશી થરુરે લખેલા પત્રનો હવે ઠેઠ નવેમ્બરમાં જવાબ આપતાં તેમણે હ્યું હતું કે, મને શશી થરુરનો પત્ર મોડો મળ્યો હતો. 
     શસી થરુરના પત્રના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મને સમયસર મારા પત્રો મળતા નથી.એક વરિષ્ઠ  સંસદસભ્ય તેમજ રાજકીય પક્ષના અધ્યક્ષ સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ. અમે કંઈ ગુનેગાર નથી, અમારા પર કેમ નજર રાખવામાં આવી રહી છે…ફારુક અબદુલ્વાસંસદના  સત્રમાં હાજરી આપે એ ઈચ્છનીય છેએ એમનો અધિકાર છે.લોકતંત્ર અને સ્વાયત્તતાની રક્ષા માટે સંસદની કામગીરીમાં સહભાગી થવું અત્યંત જરૂરી છે.