

નેશનલ કોન્ફરન્સના અગ્રણી નેતા અને ફારુક અબદુલ્લાના પુત્ર ઓમર અબદુલ્લાએ કાશ્મીરમાં આયોજિત તેમના પક્ષની પ્રચાર- સભામાં અતિવિવાદાસ્પદ વિધાનો કર્યા હતા. જેને કારણે આખા દેશમાં વિવાદનો વંટોળ સર્જાયો છે. ઉમર અબદુલ્લાના આવા વિધાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ તેમજ મહાગઠબંધનમાં જોડાયેલા વિપક્ષોના નેતાઓને પણ કહ્યું હતું કે, તેઓ ઓમર અબદુલ્લાના આવા વિધાન પરત્વે પોતાનું વલણ સ્પષ્ટ કરે. તેઓ આ મુદે્ શું વિચારે છે તેની જાહેરમાં સ્પષ્ટતા કરે. તેમણે સવાલ પૂછયો હતોકે, તમે સહમત છો? કયા હિંદુસ્તાન કે લિયે દો પ્રધાનમંત્રી હોને ચાહિયે ? કોંગ્રેસે આ બાબત પોતાનો મત રજૂ કરવો જ પડશે. એવું તે કયું કારણ છે કે ઓમર અૂબદુલ્લાને આવું બોલવાની હિંમત કરવી પડી? મોદીજીએ તેમની વિશિષ્ટ શૈલીમાં કહ્યું હતું કે, હું તૃણમૂલ કોંગ્રેસના નેતા મનતા બેનરજી, ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા, એનસીપીના નેતા શરદ પવાર, આંદ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને પૂછવામાગુ છું કે તેઓ મારા સવાલનો જવાબ આપે કે, તેઓ પણ ઓમર અબદુલ્લાની વાત સાથે સહમત છે કે નહિ. હું બંગાળની દીદીને પૂછવા માગું છુ કે, તે આનો ઉત્તર આપે. દરેક નાની મોટી બાબતમાં હોબાળો મચાવવા ટેવાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પોતાના વલણની ચોખવટ કરવી જ પડશે.
કાશ્મીરના બાદીપોરામાં પ્રચાર- સભાને સંબોધતાં ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે, હાલમાં આપણી પર જાતજાતના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ- કાશ્મીરની અસલી આેળખ મિટાવવા માટે કેટલીક બાહરી શક્તિઓ કામ કરી રહી છે. આઝાદી વખતે દેશના અનેક રજવાડાઓ પોતાની નોખી ઓળખ ગુમાવીને ભારતમાં ભળી ગયા હતા. પરંતુ આપણે તો નક્કી કર્યું હતું કે, અમારી પોતાની અલગ ઓળખ હશે. અમારું પોતાનું અલગ બંધારણ હશે. અમારો અલગ ધ્વજ હશે. હાલમાં પરિ્સ્થધિતિ વિપરીત થઈ ગઈ છે. પરંતુ ઈન્શાલ્લાહ , આપણે ફરીથી અગાઉનો મોભો મેળવી લઈસું. ઓમર અબદુલ્લાના આ ચૂંટણી ભાષણમાં બોલાયેલા વિધાનોને કારણે તમામ ભારતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વિવાદો વકરી રહ્યા છે.