નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીની ભારત યાત્રા – નરેન્દ્ર મોદી સાથે યોજી મુલાકાત

0
871

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું  આજે શુક્રવારે 6 એપ્રિલની સવારે તેમનાં ધર્મપત્ની રાધિકા શાક્યા સાથે ભારતની 3 દિવસની યાત્રા માટે આગમન થયું હતું. પ્રતિનિધિમંડળ- સ્તરની મંત્રણા યોજાય તે પહેલાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આ મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને પોતાનાે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, નેપાળના વડાપ્રદાન કે પી શર્માને મળીને મને ખૂબ આનંદ થયો છે. ઓલીએ નવી દિલ્હી સ્થિત નેપાળી દૂતાવાસ ખાતે નેપાળી જનસમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, નેપાળ દરેક પાડોશી દેશ અને દરેક મિત્ર  સાથે નિકટના સંબંધો રાખવા ઈચ્છુક છે. પોતાની વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથેની મંત્રણા અંગે તેમણે એ ખૂબ સારી રહી હોવાનું જણાવ્યું હતું.