નેટફિલક્સ દ્વારા ‘બાહુબલી’ પ્રિકવલ સિરીઝની જાહેરાત

0
836

સુપરહિટ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બાહુબલીની પ્રિક્વલ (પૂર્વ કડી) સિરીઝની જાહેરાત થઈ ગઈ છે. ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી નેટફ્લિક્સ દ્વારા આ એપિકને દુનિયા સમક્ષ લઈ જવા ખૂબ જ ઉત્સાહી અને આતુર છે.
ઓનલાઇન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા ગયા અઠવાડિયે જાહેરાત કરાઈ હતી કે તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બાહુબલી સિરીઝની પ્રિક્વલ સિરીઝ માટે તૈયાર છે.
સિરીઝ માટે ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીએ હિટ ફ્રેન્ચાઇઝી બાહુબલીઃ ધ બિગિનિંગ’ (2015) અને બાહુબલી-2ઃ ધ કન્ક્લુઝન (2017) માટે આર્કા મિડિયા વર્કર્સ અને નેટફ્લિક્સ સાથે ભાગીદારી કરી છે.
રાજામૌલીએ જણાવ્યું હતું કે બાહુબલીનું વિશ્વ ખૂબ જ વ્યાપક છે, જેનાં મજબૂત અને પ્રતિભાશાળી પાત્રો છે, અને વિશાળ સામ્રાજ્ય છે. આ બન્ને ફિલ્મો આ દુનિયામાં રચાયેલી એક જ સ્ટોરી છે.
તેમણે જણાવ્યું હતું કે નેટફ્લિક્સ સાથેની અમારી ભાગીદારી સાથે અમને ભવિષ્યમાં ભવ્ય સિરીઝ સર્જવાની તક મળશે.
બાહુબલીની સ્ટોરી પ્રાચીન પૌરાણિક સામ્રાજય માહિષ્મતીમાં રાજસિંહાસન માટે તાજ પહેરવા આતુર બે ભાઈઓની આસપાસ ફરે છે. આ બન્ને બાહુબલી ફિલ્મોનો ખર્ચ 40 મિલિયન ડોલર થયો હતો.
મૂળ તેલુગુ વર્ઝન ઉપરાંત આ ફિલ્મો તમિલ, હિન્દી અને મલયાલમ ભાષામાં પણ બની હતી.
નેટફ્લિક્સ સિરીઝની પ્રથમ સીઝનમાં નવ એપિસોડ પ્રસારિત થશે, જે આનંદ નીલાકાંતનના પુસ્તક ધ રાઇઝ ઓફ શિવગામી પર આધારિત રહેશે, જે માહિષ્મતિની રાણી શિવગામી અને તેમના સામ્રાજ્યની વાર્તા કહેશે. નેટફ્લિક્સના ઇન્ટરનેશનલ ઓરિજિનલ્સના વાઇસ પ્રેસિડન્ટ એરિક બારમેકના જણાવ્યા મુજબ, બાહુબલી વર્લ્ડ ક્લાસ ફ્રેન્ચાઇઝી છે, જેને વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રતિભાવ મળ્યો છે.
આ સિરીઝના કલાકારો અને રિલીઝ તારીખ જાહેર થઈ નથી. નેટફ્લિક્સની પોતાની પ્રથમ ઇન્ડિયા ઓરિજિનલ સિરીઝ સેક્રેડ ગેમ્સ હિટ થઈ છે.