નૃત્યકલા ડાન્સ એકેડમી દ્વારા માહીન માસ્ટરનું ભરતનાટયમ આરંગેત્રમ


સાઉથ બ્રન્સવિકઃ નૃત્યકલા ડાન્સ એકેડમી દ્વારા તાજેતરમાં ન્યુજર્સીના સાઉથ બ્રન્સવીકમાં માહીન માસ્ટરનો ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ આરંગેત્રમ સમારંભ યોજાયો હતો. 18 વર્ષના યુવાન અને જાણીતા ડાન્સર માહીન માસ્ટરનું ભરતનાટ્યમ નિહાળવા 500થી વધુ દર્શકો ઇસ્ટ બ્રન્સવિકના જોએન મેજીસ્ટ્રો પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરમાં ઉપસ્થિત રહ્યા હતા.


ન્યુજર્સીના સાઉથ બ્રન્સવીકની નૃત્યકલા ડાન્સ એકેડમીના માહીન માસ્ટરના ગુરૂ અને માતા બીના માસ્ટર ત્રણ કલાકના આ કાર્યક્રમમાં ભારતીય કલાસીકલ ડાન્સ ગ્રેજ્યુએશનની ઉજવણી કરવા સુંદર શણગાયેલા સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશ વંદના સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. આ પછી અનેકવિધ ધર્મોની થીમ ઉપર વિવિધ દસ નૃત્યો દ્વારા પુષ્પાંજલી રજૂ થઇ હતી. વિવિધ તાલ અને રાગ સાથે વિવિધ દેવી દેવતાઓની અનેકવિધ ભાષાઓમાં પૂજા વંદના કરવામાં આવી હતી. આ નૃત્યોની સુંદર કોરિયોગ્રાફી બીના માસ્ટર દ્વારા કરાઇ હતી. સુંદર ડાન્સ પરફોર્મન્સ માહીન માસ્ટરે કર્યું હતું જેઓ બુગી વુગી ડાન્સ સ્પર્ધાના ભૂતપૂર્વ વિજેતા પણ છે. ભારતથી આવેલા જાણીતા સંગીતકારો દ્વારા સુંદર જીવંત સંગીત રજૂ થયું હતું. બીના માસ્ટર નૃત્યકલા એકેડમીના સ્થાપક છે.