નીરવ મોદી અમેરિકામાં છે એ સમાચારોની અમને ખબર છે પણ અમે એ અંગે કશી ટિપ્પણી નથી કરી શકતા – અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા કહે છે..

0
859

 

નીરવ મોદી અને મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્કના 12, 500 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કૌભાંડના આરોપી છે. તેઓ બન્ને જણા પોતાના પરિવાર સાથે અગાઉથી જ વિદેશ ભાગી ગયા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી અમેરિકામાં હોવાના સમાચારો ભારતીય મિડિયામાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે આ કથિત આરોપી અમેરિકામાં હોવાની વાત બાબત અમેરિકાના વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ અમેરિકામાં હોવા બાબતની અમે પુષ્ટિ કરી નથી શકતા. નીરવ મોદીને ભારત પરત લાવવા કે તેમની ધરપકડ કરવા બાબત અમેરિકાનું વહીવટીતંત્ર ખામોશી ધારણ કરી રહ્યું છે્. નીરવ મોદીને મામલે ભારત સરકારને સાથ- સહકાર આપવાની બાબત અમેરિકાના ન્યાયતંત્ર- જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સોંપાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.