

પીએનબી સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર આરોપી વેપારી નીરવ મોદીએ એમની કંપનીના સીનિયર ઓફિસરોને પત્ર લખીને જાણ કરી દીધી છેકે, તેઓ ભારતમાં તેમના બધા સ્ટોર બંધ કરી રહ્યા છે. તેમણે પીએનબીના સત્તાવાળાઓને પણ પત્ર લખીને જણાવ્યુંહતું કે, બેન્કે આ મામલામાં ખૂબ ઉતાવળ કરી નાખી છે. જાહેરમાં આમામલાનો ઘટસ્ફોટ કરીને ખોટું પગલું ભર્યું છે. જેના કારણે તેમનો વ્યવસાય બદનામ થઈ ગયો છે. તેમના ધંધાને કલંક લાગ્યું છે. આ પરિસ્થિતિમાં પોતાનો ઘંઘો બંધ કરી દેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી.
દરમિયાન જેમ્સ એન્ડ જવેલરી ફાઉન્ડેશનના ચેરમેન નીતિન ખંડેવાલે એવી જાહેકરાત કરી હતીકે, નીરવ મોદીની કંપનીમા – સ્ટોરમાં કામ કરનારા જે કર્મચારીઓને મનેજમેન્ટની કામગીરી સાથે કશી નિસબત નથી , તેઓને અમે નોકરીમાં ગોઠવી આપીશું.
નીરવ મોધીએ પોતાના પત્રમાં પીએનબીને વિનંતી કરી હતીકે, તેઓ કર્મચારીઓના લેણા નીકળતા પગાર ચૂકવવા માટે મદદ કરે. નીરવ મોદીઓ પોતાની કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને સંબોધીને કહ્યું હતુંકે, તમારી કારકિદીર્ માટે, નોકરી માટે નવા વિકલ્પો શોધવાનો આ યોગ્ય સમય છે. હું આ સ્થિતિમાં તમારો પગાર ચુકવી શકું એમ નથી.