નીતિશ તિવારીના ભવ્ય પ્રોજેક્ટ રામાયણમાં હૃિતિક રોશન રામ બનશે, દીપિકા પદુકોણ બનશે સીતા.

0
858

બોલીવુડના સોહામણા કલાકાર , ઉત્કૃષ્ટ કક્ષાના ડાન્સર અને બહુમુખી પ્રતિભાસંપન્ન અબિનેતા હૃતિક રોશનની તાજેતરંમાં રજૂ થયેલી ફિલ્મ સુપર-30 ટિકિટબારી પર જોરદાર કમાણી કરી રહી છે. સિનેરસિકો અને ફિલ્મ વિવેચકોએ હૃતિકના અભિન૟થી ખૂબ પ્રશંસા કરી છે. આફિલ્મને રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્રમાં ટેકસ ફ્રી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા મધુ મંતેના રામાયણ પર મોટાસ્તરે ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં રામની ભૂમિતા હૃતિક અને સીતાની ભૂમિકા દીપિકા પદુકોણ ભજવે એવી સંભાવના છે. આ ફિલ્મ લાઈવ- એકશન ટ્રાયોલોજી ઙસો, જેને 3ડીમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાઈ રહ્યું છે. હૃતિક રોશન અને  દીપિકા પદુકોણે હજી સુધી એકસાથે ફિલ્મ કરી નથી. આ જોડીને જોવા પ્રક્ષકો પણ આતુર હોવાનું માનવામાં આવે છે.