નીતા અંબાણીનું રિલાયન્સના ડિરેકટરપદેથી રાજીનામું

મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઇ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેકટરના પદેથી રાજીનામું આપી દીધું છે જે બોર્ડ સ્વીકારી લીધું છે. સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એકિઝકયુટિવ ડિરેકટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.
કંપનીએ કહ્યું કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સનની ભૂમિકામાં ચાલુ રહેશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે નીતા અંબાણી આરઆઇએલ બોર્ડની બેઠકોમાં હાજરી આપવાનું ચાલુ રાખશે. અહેવાલો અનુસાર, નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય ફાળવવા માટે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતા તેમણે કહયું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-૩ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિલાયન્સ એજીએમ ૨૦૨૩ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેકટર્સ ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એકિઝકયુટિવ ડિરેકટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની ૪૬મી એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે એજીએમને હોસ્ટ કરી રહયા છે. અંબાણી ૧૯ સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર રિલાયન્સ ‘જિયો એર ફાઇબર’ લોન્ચ કરશે. એટલે કે વાયરલેસ ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે. ગયા વર્ષ આરઆઇએલની ૪૫મી એજીએમમાં મુકેશ અંબાણીએ કહયું હતું કે આકાશ અને ઇશાએ જિયો અને રિટેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેઓ શરૂઆતથી જ રિલાયન્સના કન્ઝયુમર બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે કહયું હતું કે અનંત પણ ન્યુ એનર્જી બિઝનેસમાં જોડાયો છે અને તેનો મોટાભાગનો સમય જામનગરમાં વિતાવે છે. અંબાણીએ કહ્યું હતું કે ત્રણેયને અમારા સ્થાપકની માનસિકતા સંપૂર્ણ રીતે વારસામાં મળી છે. અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને દરરોજ માર્ગદર્શન આપવામાં આવે છે. માર્ગદર્શકમાં હું અને બોર્ડ ઓફ ડિરેકટર્સનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here