નિવેદિતા ફાઉન્ડેશનને ‘જીવન અંજલિ’ એવોર્ડ

ંઆણંદના વિખ્યાત એનજીઓ નિવેદિતા ફાઉન્ડેશનને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા સૌપ્રથમ વાર ‘જીવન અંજલિ’ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. નિવેદિતા ફાઉન્ડેશન, આણંદ જિલ્લાની 50 સરકારી શાળાઓનાં 20 હજારથી વધુ બાળકોના શિક્ષણ, આરોગ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. સમાજસેવામાં કાર્યરત સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરતી સંસ્થા દ્વારા આ વર્ષે નીપા પટેલની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદમાં 25મી ફેબ્રુઆરીએ આયોજિત લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-બીની રિજિયન કોન્ફરન્સમાં ભૂતપૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે નિવેદિતા ફાઉન્ડેશનનાં સ્થાપક નીપા પટેલને એવોર્ડ એનાયત થયો હતો. તસવીરમાં રિજિયન ચેરપર્સન ગોલ્ડન લાયન રૂપા શાહે નીપા પટેલને ‘આઇડિયોલોજી એમ્બેસેડર’ તરીકે નવાજ્યાં હતાં.