નિર્માતા મધુ મેન્ટાના રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યા છેઃ 300 કરોડ રૂપિયાની મેગા બજેટ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ભૂમિકા ભજવશે. 

 

            રામાયણ પર અનેક ભાષાઓમાં અનેક ફિલ્મો બની છે. રામાયણના જુદા જુદા પ્રસંગો પર પણ વિવિધ ભાષામાં અનેક નિર્માતાઓએ ફિલ્મ બનાવી છે. હવે નિર્માતા મધુ મેંટાના રામાયણ પર આધારિત ભવ્ય ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર  પીઠ અભિનેતા મહેશ બાબુ રામની ભૂમિકા ભજવશે એવું જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં બોલીવુડના અગ્રણી અભિનેતા રિતિક રોશન રાવણની ભૂમિકા ભજવશે, જયારે દીપિકા પદુકોણ સીતાની ભૂમિકા ભજવશે. મધુને લાગે છેકે, મહેશ બાબુના ચહેરા પર જે માસૂમિયત છે, તે માસૂમિયત રામના ચહેરા માટે જરૂરી છે. રિતિક, દીપિકા અને મહેશ બાબુને એક સાથે લાવવા માટે નિર્માતાઓ બહુ જહેમત કરવી પડી હતી. આ ફિલ્મનું શૂટિંગ કયારે શરૂ કરાશે એ અંગે હજી કશી માહિતી ઉપલબ્ધ થઈ નથી.