નિર્ભયા કાંડના અપરાધીઓને ફાંસીની સજા નક્કી થઈ ગઈછે- ગમે તે ક્ષણે તેમનું ડેથ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવે એવી સંભાવના

0
858

નિર્ભયાકાંડના  3 દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તાની ફાંસીની સજા નક્કી થઈ ગઈ છે. ઉચ્ચસ્તરના સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનયે દયાની અરજી પાછી ખેંચવા માટે કરેલી અરજી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે કોઈની અરજી પેન્ડિંગ નથી. દોષિતોને અલગ અલગ ફાંસી આપવામાં પણ હવે નિયમની કોઈ અડચણ આડે આવતી નથી. ત્રણ દોષિતોએ દયાની અરજી કરી નથી, ચોથા આરોપી અક્ષયે  સર્વોચ્ચ અદાલત સમક્ષ ફાંસીની સજા સામે પુનર્વિચારણા કરવા પિટિશન દાખલ કરી ચે. જેની સુનાવણી આગામી 17 ડિસેમ્બરે કરવામાં આવશે. ાથી માનવામાં આવી રહ્યું છે કે, 17 ડિસેમ્બર બાદ કોઈ પણ દિવસે આ નિર્ભયાકંડના ક્રૂર અને અમાનુષ આરોપીઓને ફાંસીની સજા આપવનો અમલ કરવામાં આવશે.