યુવા પ્રતિભાશીલ નિર્દેશક મોહિત સુરી ની નિર્દેશિત કરેલી ફિલ્મ એક થા વિલન અગાઉ રિલિઝ થઈ ગઈ છે. એમાં સિધ્ધાર્થ મલહોત્રા, શ્રદ્ધા કપુર અને રિતેશ દેશમુખે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મ દર્શકોને પણ બહુ ગમી હતી. વિલનની ભૂમિકા ભજવનારા રિતેશ દેશમુખના અભિનયની પણ ફિલ્મ- વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે વિલનની સિકવલ બની રહી છે. જેની વાર્તા અલગ પ્રકાૈરની છે. આ ફિલ્મ ચીલાચાલુ હીરો-હીરોઈનમ અને વિલનની ફિલ્મ નથી.આ ફિલ્મમાં બે વિલન જ છે, કોઈ હીરો નથી.
વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે- આદિત્ય રોય કપુર અને જહોન અબ્રાહમ. ફિલ્મની આ કથામાં બે વિલન છે, અને બે હીરોઈન છે. હીરોઈનનું પસંદગી થવાની બાકી છે. પોતાની ફિલ્મ મલંગ રિલિઝ થઈ ગયા બાદ મોહિત સુરી વિલનની કામગીરી શરૂ કરશે. એકતા કપરની બાલાજી ફિલ્મ્સના નેજા હેઠળ જ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે એમ જણાવવવામાં આવ્યું હતું.