નિધિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. સુનીલ પોપટની એન્ડોસર્જનના પ્રમુખપદે વરણી

 

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં આવેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ નિધિ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સુનીલ પોપટની ઇન્ડિયન એસોસિયેશન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ એન્ડો સર્જન (IACIS)ના વર્ષ ૨૦૨૧-૨૨ માટેના પ્રમુખ તરીકે વરાયેલ છે. IACIS એ સમગ્ર ભારતનું લેપ્રોસ્કોપીક સર્જન્સનું એસોસિયેશન છે. તેમાં ૮૦૦૦ કરતા પણ વધારે મેમ્બર્સનો સમાવેશ થાય છે. ત્ખ્ઘ્ત્ચ્લ્ છેલ્લાં ૨૮ વર્ષથી કાર્યરત છે અને સર્જન્સને લપ્રોસ્કોપીક તથા એન્ડોસ્કોપીક સર્જરીમાં તાલીમ આપવા માટેના કોર્ષીસ અને કોન્ફરન્સનું આયોજન કરે છે. આવી સિદ્ધ પ્રાપ્ત કરનાર ડો. સુનીલ પોપટ સમગ્ર ગુજરાતના પ્રથમ સર્જન છે.

ડો. સુનીલ પોપટ પાટણના જાણીતા ટેક્સેસન એડવોકેટ ધીરૂભાઈ પી. ઠક્કરના સુપુત્ર છે. તેમણે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજથી એમ.બી.બી.એસ. અન એમ.એસ.નો અભ્યાસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. ત્યાર બાદ તેઓએ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ (યુ.કે.)માંથી એફ.આર.સી.એસ.ની પદવી પણ પ્રાપ્ત કરેલ છે. છેલ્લાં ૨૩ વર્ષથી તેઓ અમદાવાદસ્થિત લેપ્રોસ્કોપીક તથા ગેસ્ટ્રોસર્જન અને એન્ડોસ્કોપીસ્ટ તરીકે સારવાર આપે છે. 

અમદાવાદની પ્રખ્યાત નિધિ હોસ્પિટલમાં તેઓ ગેસ્ટ્રો સર્જીકલ વિભાગના ચેરમેન છે અને લેપ્રોસ્કોપીક સજરી, એન્ડોસ્કોપીક સર્જરીનો ઘણો બહોળો અનુભવ ધરાવે છે. ડો. સુનીલ પોપટ ગુજરાતના ગવર્નરશ્રીના પણ ગેસ્ટ્રો સર્જન છે. તેઓ અગાઉ અમદાવાદ સર્જન્સ એસોસિયેશનના પણ પ્રેસિડેન્ટ રહી ચૂકેલ છે. પાટણના વતની ડો. સુનીલ પોપટે પાટણ શહેર તથા સમગ્ર ગુજરાતનું ગૌર વધાર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here