નિકી હેલીની સ્પષ્ટ વાતઃ

0
991

યુનોમાં અમેરિકાના રાજદૂત નિકી હેલી કહે છે- પાકિસ્તાન આતંકવાદીઓને  આશ્રય આપે છે,પછી એજ આતંકવાદીઓ અહીં આવીને અમેરિકાના સૈનિકોની હત્યા કરે છે.જયાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓની સમસ્યાનું સમાધાન ન શોધે ત્યાં સુધી અમેરિકાએ પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ ન કરવી જોઈએ. નિકી હેલી એક એવાં ભારતીય- અમેરિકન છે, જેમને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કેબિનેટ કક્ષાનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. નિકી હેલીએ વિશેષમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ એવા દેશોને નાણાકીય સહાય કરવાની કોઈ જરૂરત નથી, જે દેશો અમેરિકાનો એ આઘાત પહોંચાડવાનું કામ કરે છે. પીઠ પાછળ ખોટાં કામ કરે છે. એને અમેરિકાને યોગ્ય પગલાં લેતાં અડચણ ઊભી કરે છે.

  અમેરિકન મેગેઝિનઃ ધ એટલાન્ટિકને  આપેલી મુલાકાત દરમિયાન નિકી હેલીએ જણાવ્યું હતું કે, મને લાગે છેકે અમેરિકાએ કયા દેશો સાથે ભાગીદારી કે સહિયારી કામગીરી કરવી જોઈએ- એ મુદા્ બાબત રણનીતિ બનાવવી જોઈએ. કેટલાક વિષયો પર આપણે અન્ય રાષ્ટ્ર સાથે મળીને કામ કરી શકીએ તેમજ એના પર વિશ્વાસ રાખી શકીએ તે અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. મને લાગે છે કે આપણે ( અમેરિકા) આંખ બંધ કરીને ગમે તેની પર વિશ્વાસ મૂકી દઈએ છીએ.  આપણે આંખો બંધ રાખીને આપણાં નાણાં આપ્યા કરીએ છીએ. આપણે એ વાતનો વિચાર સુધ્ધાં નથી કરતાં કે આપણે આપેલા પૈસાથી આપણને કશો ફાયદો થાય છે કે નહિ.

  નિકી હેલીએ કહ્યું હતું કે, હું તમને એક ઉદાહરણ આપું છું.,. પાકિસ્તાનની જ વાત કરીએ, આપણે એમને એક અબજ ડોલરની સહાય આપીએ છીએ, છતાં પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે. એ જ આતંકીઓ આવીને આપણા  સૈનિકોની હત્યા કરે છે..