લંડનઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એસ્ટોરોઇડ શોધી કાઢ્યું છે, જે સંપૂર્ણ રીતે લોખંડથી બનેલું છે. એમાં ઘણું આયર્ન છે. જો એને પૃથ્વી પર લાવીને આ લોખંડને વેચવામાં આવે તો પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિને આશરે એક અબજ પાઉન્ડ, એટલે કે ૯૬૨૧ કરોડ રૂપિયા મળશે.
નાસાએ આ ગ્રહને ૧૬-સાઇકી (૧૬ ભ્સ્ર્ક્કણૂત્ર્ફૂ) નામ આપ્યું છે. આ આખાય એસ્ટોરોઇડ પરના આયર્નનું કુલ મૂલ્ય લગભગ ૮૦૦૦ ક્વોડ્રિલિયન પાઉન્ડ છે, એટલે કે ૮૦૦૦ની પાછળ ૧૫ ઝીરો હોવાનું અંકાય છે. બ્રિટિશ મેગેઝિન ધ ટાઇમ્સ અનુસાર ૮૦૦૦ ક્વોડ્રિલિયન પાઉન્ડ, એટલે કે પૃથ્વી પરની દરેક વ્યક્તિને એક અબજ પાઉન્ડ, એટલે કે ૯૬૨૧ કરોડ રૂપિયા મળશે. આ કિંમત એસ્ટોરોઇડના નાના તારા પરના આયર્નની છે.
નાસાએ આ ગ્રહ પરના લોખંડનું પરીક્ષણ કરવા માટે એના સ્પેસક્રાફ્ટમાંથી એક મિશન શરૂ કરવા માટે સ્પેસ એક્સના માલિક એલોન મસ્કની મદદ માગી છે. આ એસ્ટોરોઇડનો વ્યાસ ૨૨૬ કિમી. છે. એ પાંચ વર્ષમાં આપણા સૂર્યની આસપાસ ફરે છે. એનો એક દિવસ ૪.૧૯૬ કલાકનો છે. આ એસ્ટોરોઇડનું વજન પૃથ્વીના ચંદ્રના વજનના લગભગ એક ટકા જેટલું છે, પરંતુ આ આખું એસ્ટોરોઇડ આયર્નનું છે. એ મંગળ અને ગુરુ વચ્ચે છે. નાસાનું કહેવું છે કે આ ગ્રહને પૃથ્વીની નજીક લાવવાની કોઈ યોજના નથી, પરંતુ એના પર પહોંચીને લોખંડની ચકાસણી કરવાની યોજના બનાવાઈ છે. જો સ્પેસ એક્સ એના અંતરિક્ષ યાનથી આ ગ્રહ પર રોબોટિક મિશન મોકલે છે, તો ત્યાં અભ્યાસ કરીને પરત ફરવામાં ઓછામાં ઓછાં સાત વર્ષનો સમય લાગશે.