નાસાને ટક્કર આપવા ચીનનાં મંગળ સહિત અનેક સ્પેસ મિશન

 

બીજિંગઃ ચીન હવે અંતરિક્ષમાં પણ અમેરિકાને ટક્કર આપવા જઈ રહ્યું છે. હાલ વૈશ્વિક સ્તરે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સૌથી વધુ એડવાન્ટેજ માનવામાં આવે છે, જોકે હવે એને પણ ટક્કર આપવા માટે ચીન મોટા મિશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાના દેશને સ્પેસમાં પણ સુપર પાવર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે, એવા અહેવાલો છે કે ચીન મંગળ મિશનની તૈયારી કરી રહ્યું છે. ચીનના મંગળ ગ્રહ પર પોતાના રોવર પહેલાંથી જ છે. હવે ઓર્બિટિંગ સ્પેસ સ્ટેશનની તૈયારી કરી રહ્યું છે. 

ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પ લિમિટેડ (સીએએસસી)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં ચીન પહેલી વખત ૪૦થી વધુ સ્પેસ મિશન ચલાવશે. વર્ષ ૨૦૧૯માં અંતરિક્ષમાં કુલ ૩૪ ઉપગ્રહોને લોંચ કરવામાં આવ્યા છે, જે સતત બે વર્ષથી સૌથી વધુ અંતરિક્ષમાં ઉપગ્રહો લોંચ કરવાનો દેશ બન્યો છે.  વર્ષ ૨૦૨૦માં ચીન પેઇતો નેવિગેશન ઉપગ્રહ નેટવર્કિંગ અને ચંદ્ર સર્વેક્ષણના ત્રીજા તબક્કા જેવા પડકારોને પણ પૂરા કરશે, સાથે જ માર્સ યાન પ્રક્ષેપણ કરશે. લાંગ માર્ચ નંબર-૫, નંબર ૭ જેવાં રોકેટ છોડવાની ચીનને આશા છે.

૨૦૨૦ એવું વર્ષ છે, જેમાં ચીનના મોટા ભાગનાં અંતરિક્ષ મિશન પૂરાં કરવામાં આવશે અને સાથે જ એટલાં જ નવાં મિશન પણ લોંચ કરવામાં આવશે. તેથી એવી શક્યતાઓ છે કે આગામી થોડાં વર્ષોમાં ચીન અંતરિક્ષમાં પણ અમેરિકાને ટક્કર આપશે અને સ્પેસ સુપર પાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 

હાલ અમેરિકા અને ચીન વચ્ચે અંતરિક્ષમાં પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અંતરિક્ષ માટે એક સ્પેસ ફોર્સ તૈયાર કરી રહ્યા છે, જે અંતરિક્ષમાં અમેરિકાનું રક્ષણ કરવામાં મદદ કરશે. આ રક્ષણ ચીન અને રશિયા જેવા દેશોથી કરવામાં આવશે એવો દાવો કર્યો હતો. બીજી તરફ, ચીન પાછીપાની નહિ કરે અને એલાન કર્યું છે કે નાસાને પહોંચી વળવા માટે ચીન આ વર્ષના મધ્યે ૩૯ મિલિયન માઇલ રેસ ટુ માર્સ મિશન લોંચ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here