

નાસાએ 46 વરસ પહલે અભ્યાસ કરવા માટે અેપોલો મિશન લોન્ચ કર્યું હતું. હવે મંગળ પર 7 હજાર કરોડ રૂપિયાનું નું ઈનસાઈટ ( ટાઈમ મશીન) મોકલ્યું . અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગત શનિવારે મંગળ ગ્રહ પર સ્પેસક્રાફટ ઈનસાઈટ રવાના કર્યું હતું.આ ઈનસાઈટ કેલિફોર્નિયાના વેડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી એટલાસ વી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ કર્યાબાદ માત્ર 13 મિનિટમાં જ એ 1900 કિમીની ઊંચાઈ પર પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું હતું. છ વરસ દરમિયાન આ નાસાનું બીજું સ્પેસ મિશન છે. તેની સાથે રોબોટિક સાયન્ટિસ્ટ માર્સક્વેક્સને પણ મોકલવામાં આવ્યું છે. જે મંગળ પર ધરતીકંપની તપાસ કરવા માટે ત્યાં યંત્ર પ્રસ્થાપિત કરશે. . જેને કારણે ભૂકંપની અને તેની તીવ્રતા રેકોર્ડ કરી શકાશે. યાન મંગળનું ઉષ્ણતામાન તપાસવા માટે મંગળની ઘરતી પર 16 ફૂટ ઊંડું ખોદકામ કરશે. આ અગાઉ 46 વરસ પહેલાં ચંદ્રનો અભ્યાસ કરવા માટે એપોલો મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.
જોબધું યોજના પ્રમાણે, પાર પડશે તો આ ઈનસાઈટ 48 કરોડ કિમીનું અંતર કાપીને 26મી નવેમ્બરે મંગળ પર ઉતરાણ કરશે. તે મંગળની સપાટી પરનું તાપમાન અને ભૂકંપની તીવ્રતાનો અંદાઝ મે્ળવશે. મંગળની સપાટી પરની થ્રીડી ઈમેજ પણ પાઠવી શકશે. મંગળ પર જીવનની સંભાવનાનો પણ કયાસ કાઢશે. આ ઈનસાઈટનું પૂરું નામ ઈન્ટીરિયર એક્સપ્લોરેશન યુજિંગ સિસ્મિક ઈન્વેસ્ટિગેશન્સ છે. સૌર ઊર્જા અને બેટરીથી ચાલનારું આ યાન 26 મહિના સુધી કાર્યરત રહી શકે એ પ્રમાણે એની ડિઝાઈન બનાવવામાં આવી છે. આ કુલ 7 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું યાન – મિશન છે. જેમાં 10થી વધુ દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ ગીરી સંભાળી રહ્યા છે. જેમાં અમેરિકા, જર્મની , ફ્રાંસ અને યુરોપના દેશોનો સમાવેશ થાયછે. આ ઈનસાઈટ યાનનું કુલ વજન 358 કિલો છે.