‘નાપાક’ હરકતોએ પાક.ને ‘ગ્રે’ યાદીમાં યથાવત્ રાખ્યું

 

ઇસ્લામાબાદઃ આતંકવાદને પોષતા અને પ્રોત્સાહન આપતા પાક. માટે પોતાની આ નાપાક હરકતો માટે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સની ગ્રે યાદીમાંથી બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ છે. આ ટાસ્કફોર્સ હજુ તેને ‘ગ્રે’ની યાદીમાં જ રાખ્યું છે અને હજુ પણ નહિ સુધરે તો તેને ‘બ્લેક લિસ્ટ’ કરાશે. વિશ્વભરમાં આતંકવાદી પ્રવૃત્તિને પોષનારા, નાણાં પૂરાં પાડનારા પર ધ્યાન રાખતા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સનું હાલમાં પેરિસ ખાતે રવિવારી અધિવેશન શરૂ થયું છે. પાક.ને તુર્કી અને મલેશિયાનો સહયોગ મળ્યો છે, પણ તે ગ્રે લિસ્ટમાંથી હજુ બહાર નીકળી શકે તેમ નથી. પાક.ને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે ઇએટીએફના સભ્યોના ૩૯ મતમાંથી ૧૨ મત મેળવવા જરૂરી છે