નાનપણમાં  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પિતાએ તેમને બહુ ત્રાસ આપ્યોહતોઃ મેરી ટ્રંમ્પ 

 

            મહાન રાષ્ટ્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે લખેલા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રમુખ ટ્રમ્પના પિતાએ ડોનાલ્ડને પિડિત કર્યા હતા. . મેરીએ જણાવ્યું હતું કે, એની સાથે કરવામાં આવેલા વર્તાવની એમના મન પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. મેરીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ પરિવારમાં ભૂલોની જવાબદારી સ્વીકારવાનું નથી શીખવાડવામાં આવતું, પરંતુ છેતરપિંડીની આદતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કોલેજ ઍડમિશન મેળવવા માટે પરીક્ષામાં ગેર- રીતિ આચરી હતી. તેમણે પૈસા આપીને પોતાને બદલે બીજી વ્યક્તિને પરીક્ષા આપવા મોકલી હતી.  ડોનાલ્ડ ટ્રમ્પ કવીન્સ હાઈસ્કૂલમાં ભણતા હતા. તેમને કોલેજમાં એડમિશન મેળવવા માટે સારા માર્ક( ગુણાંક) ની જરૂર હતી. તેમને પોતાની જાત પર વિશ્વાસ નહોતો. તેમને બિલકુલ ભરોસો નહોતો કે તેઓ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશે, એટલે તેમણએ પોતાને બદલે બીજી વ્યક્તિને પોતાના નામે પરીક્ષા આપવા મોકલી હતી. ટ્રમ્પ પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની મશહૂર વોર્ટન બિઝનેશ સ્કૂલની ડિગ્રી છે. ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાઈ ફ્રેડ પુત્રી મેરી જુનિયરે લખેલા પુસ્તક ટુ મચ એન્ડ નેવર ઈનફ ઃહાઉ માય ફેમિલી ક્રિયેટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન માં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડને  તેમના પિતા પ્રેડી ટ્રમ્પ સીનિયર બહુજ ત્રાસ આપતા હતા. ટ્રમ્પ સીનિયરને સ્નેહ કે વહાલ જેવી લાગણીઓનો ખ્યાલ જ નહોતો. તેઓ પોતાના આદેશનું કડક રીતે પાલન કરવવામાં માનતા હતા. આથી ના છૂટકે ડોનાલ્ડને તેમના પિતાના આદેશનું પાલન કરવું પડતું હતું. ડોનાલ્ડના માતા જયારે બીમાર પડયા ત્યારે ડોનાલ્ડ માત્ર બે વરસના હતા. તેમના પિતા પોતાના કામકાજમાં જ વ્યસ્ત રહેતા હતા અને ડોનાલ્ડની કશી સાર- સંભાળ લેતા નહિ. તેઓ એવું માનતા હતા કે બાળકોના ઉછેરની જવાબદારી તેમની નથી. તેઓ સપ્તાહમાં છ દિવસ બાર બાર કલાક કામ કરતા હતા. એની ઊંડી અસર ડોનાલ્ડના જીવન પર પડી છે. પિતા પાસેથી પ્રેમની અપેક્ષા રાખવામાં તેમને ભય લાગતો હતો. આથી મોટા થઈને ડોનાલ્ડે ટ્રપે એ જ પરંપરાને અનુસરવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તકને કારણે ટ્રમ્પ પરિવાર અને વ્યવસાયે સાયકોલોજિસ્ટ મેરી વચ્ચે કાનૂની જંગ થઈ રહ્યો છે.