નાણામંત્રી નિર્મલા સીતારમણ AIIMSમાં દાખલ કરાયા

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને દિલ્હીની ખ્ત્ત્પ્લ્ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઍવું કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ૬૩ વર્ષીય સીતારમણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રૂટીન ચેકઅપ માટે દિલ્હી ખ્ત્ત્પ્લ્માં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જ, ઍફઍમ સીતારામને દિલ્હીમાં ‘સદૈવ અટલ’માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તમિલનાડુની ઍક યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ દરમિયાન, નાણામંત્રીઍ કહ્નાં હતું કે ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે કારણ કે દેશ સસ્તું ખર્ચે વિશ્વસ્તરીય દવાનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્નાં કે ભારત આફ્રિકામાં જેનરિક દવાઓની માંગના ૫૦ ટકા યુઍસમાં જેનરિક દવાઓના ૪૦ ટકા અને યુકેમાં તમામ દવાઓના ૨૫ ટકા સપ્લાય કરે છે.