નાણાપ્રધાન  નિર્મલા સીતારમણ કહે છેઃ ભારતને 5,000 કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર ખાનગી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવાના પ્રયાસો કરી રહી છે..

0
884

લોકસભામાં પેશ કરાયેલા 2019-20ના નાણાકીય બજેટની ચચાૅનો ઉત્તર આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ફાયનાન્સના કોઈ પણ સેકટરને સરકાર નુકસાન નહિ થવા દે. દેશને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર બનતા તમામ પ્રયાસો કરી રહી છે. ખાનગી ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવા માટે સરકાર કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, મૂડી રોકાણ અને આર્થિક વૃધ્ધિને પ્રોત્સાહન આપવા માટે પાંચપ્રધાનોની સમિતિ બનાવી છે. 

   લોકસભામાં બજેટની ચર્ચા 15કલાકથી વધુ સમય ચાલી હતી.