નાણાકીય વર્ષ 2018-2019 એચ-વનબી કેપઃ હવે તમારા એચ-વનબી બેક-અપ પ્લાન વિશે વિચારવાનો છેઃ ભાગ-1

0
893
OLYMPUS DIGITAL CAMERA

બારમી એપ્રિલ, 2018ના રોજ, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી હતી કે તેને નાણાકીય વર્ષ 2018-2019 માટે એચ-વનબી કેપની નિર્ધારિત સંખ્યા સુધી તે પહોંચી ગઈ છે. યુએસ એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝેમ્પશન અંતર્ગત 20 હજાર એચ-વનબી પિટિશન ફાઈલની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે.
યુએસસીઆઇએસને ફાઈલિંગ સમય દરમિયાન 190098 એચ-વનબી પિટિશનો મળી છે, જે પહેલી એપ્રિલથી શરૂ થઈ છે, જેમાં એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝેમ્પશન માટે ફાઈલ થયેલી પિટિશનોનો પણ સમાવેશ થાય છે. 65 હજાર જનરલ-કેટેગરી કેપ માટે અને એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝેમ્પશન અંતર્ગત 20 હજાર કેપ માટે પૂરતી પિટિશનોની પસંદગી કરવા માટે 12મી એપ્રિલે યુએસસીઆઇએસે કોમ્પ્યુટર-જનરેટેડ રેન્ડમ સિલેક્શન પ્રોસેસ અથવા લોટરીનો ઉપયોગ કર્યો હતો.
કોણ ‘લોટરી જીતશે’ કે નહિ અથવા તો એચ-વનબી વિઝાનો અવરોધ કોણ પસાર કરશે કે નહિ, તે વિશે હાલમાં મોટા પ્રમાણમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે એચ-વનબી વિઝાની આશા ધરાવતા (અને તેઓના ભાવિ એચ-વનબી રોજગારદાતાઓ) અન્ય નોનઇમિગ્રન્ટ વિઝા વર્ક ઓપ્શન શોધવાની શરૂઆત કરી શકે છે, જે તેઓને અમેરિકામાં કામચલાઉ ધોરણે કામ કરવાની અને રહેવાની મંજૂરી આપશે.
આ લેખ કેટલાક સંભવિત નોનઇમિગ્રન્ટ વર્ક વિઝાના વિકલ્પો રજૂ કરે છે જે ભાવિ એચ-વનબી લાભાર્થીઓ માટે ઉપલબ્ધ બની શકે છે, કે જેઓ આ નાણાકીય વર્ષમાં ‘એચ-વનબી લોટરી જીતી શકે તેમ નથી.
કેપ-મુક્તિ એચ-વનબી વિઝા ઓપ્શન ધ્યાનમાં લો
એચ-વનબી વિઝા કેપ-મુક્તિની વિવિધ કેટેગરી હોય છે. એક કેટેગરી વિદેશી નાગરિકો માટે હોય છે, જેમને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા (અથવા સંબંધિત અથવા સંલગ્ન બિનનફાકારક સંગઠન) અથવા બિનનફાકારક-સરકારી સંશોધન સંસ્થા તરફથી રોજગારીની ઓફર મળી હોય.
કેપ-મુક્તિ તરીકે વર્ગીકૃત કરીએ તો, એ ફરજિયાત નથી કે ભાવિ એચ-વનબી કામદાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા (અથવા સંબંધિત અથવા સંલગ્ન બિનનફાકારક સંગઠન) અથવા બિનનફાકારક-સરકારી સંશોધન સંસ્થાનો કામદાર હોય.
ભાવિ એચ-વનબી કામદાર, કે જેને કોઈ પણ રોજગારદાતા તરફથી રોજગારી મળી હોય, જે તેની મોટા ભાગની કામગીરી માન્ય સંસ્થાઓમાં દર્શાવતો હોય, તે એચ-વનબી વિઝા કેપ-મુક્તિ માટે માન્ય ગણાશે. પૂરું પાડવામાં આવેલું કાર્ય માન્ય સંસ્થાના ‘સામાન્ય, પ્રાથમિક, અથવા આવશ્યક હેતુ કરતાં ‘મુખ્યત્વે’ વધુ હોવું જોઈએ. દાખલા તરીકે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) કંપનીનો કિસ્સો ધ્યાનમાં લઈએ તો, તે કંપની યુનિવર્સિટી સોફટવેર વિકસાવવા-બનાવવા યુએસ યુનિવર્સિટી સાથે આઇટી કન્સલ્ટન્ટ્સને નોકરીએ રાખવાનો કરાર ધરાવે છે.
કન્સલ્ટન્ટ કંપની દ્વારા કામે રખાયેલા આઇટી કન્સલ્ટન્ટ્સ યુનિવર્સિટીના સોફટવેરને વિકસાવવા-બનાવવાની કામગીરી હાથ ધરશે. જે કામગીરી યુનિવર્સિટીને તેનું આવશ્યક ધ્યેય હાંસલ કરવામાં લાભકર્તા થશે. આ પ્રકારના કામદારોને એચ-વનબી કેપ-મુક્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે, પછી ભલે તે યુનિવર્સિટી દ્વારા સીધી રીતે ફરજ ન બજાવતા હોય.
અન્ય પ્રોફેશનલ અને સ્પેશિયલિટી ઓક્યુપેશન વર્ક વિઝા ક્લાસિફિકેશન ટીએન, એચ-વનબીવન અને ઇ-થ્રી વિઝા ધ્યાનમાં લો
એચ-વનબી સમાંતર ત્રણ નોનઇમિગ્રન્ટ વિઝા કેટેગરી છે જે ચોક્કસ દેશોના કામચલાઉ વ્યાવસાયિક કામદારો માટે તૈયાર કરાઈ છે. આ વિઝા ચોક્કસ વ્યાપારી કરારો પર આધારિત છે, જે વિદેશી નાગરિકો અમેરિકા સાથે હસ્તાક્ષર કરે છે.
એચ-વનબીવન વિઝા પ્રોગ્રામ ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે ખાસ તૈયાર થયો છે. એચ-વનબી પ્રોગ્રામ માટે દરેક નાણાકીય વર્ષ દરમિયાન 65,000ની એચ-વનબી કેપ ઉપરાંત 6800 વિઝા (ચીલી માટે 1400, સિંગાપોર માટે 5400) અલગ રાખવામાં આવે છે. કેનેડિયન અને મેક્સિકન કામચલાઉ વ્યાવસાયિક કામદારો ટીએન ક્લાસિફિકેશન મેળવવા સંભવિત વિકલ્પ રજૂ કરી શકે છે. દરેક વ્યવસાયમાં નિયમો વિવિધ વ્યવસાયોની કેટેગરી તેમ જ દરેક વ્યવસાય માટે લઘુતમ લાયકાત નક્કી કરે છે જે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (નાફટા)ના એપેન્ડિક્સ 1603.ડી.1થી એનેક્સ 1603 દ્વારા આવરી લેવાયેલા હોય છે.
આ ઉપરાંત, કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયાના નાગરિકો ઇ-થ્રી ટેમ્પરરી વર્ક વિઝા માટે માન્ય થઈ શકે છે. એચ-વનબીવનની જેમ ઇ-થ્રી વિઝા દરેક નાણાકીય વર્ષમાં 10500 વાર્ષિક કેપને આધીન હોય છે.
વ્યાવસાયિક રીતે જોઈએ તો, એચ-વનબીવન, ટીએન અને ઇ-થ્રી એ એચ-વનબી વિઝાનો અરીસો છે, જેમાં વિદેશી કામદારોએ સ્પેશિયલિટી ઓક્યુપેશનમાં રોજગારી મેળવવી પડે છે, જ્યારે બન્ને એચ-વનબીવન અને ઇ-થ્રીને ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાંથી લેબર કન્ડિશન એપ્લિકેશન્સ (એલસીએ)ની જરૂર પડે છે, ટીએન વિઝા માટે રોજગારદાતાને એલસીએ મેળવવાની જરૂર પડતી નથી. જોકે એચ-વનબી વિઝાની, જેમ કે જે ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ વિઝા છે, ઉપરોક્ત દર્શાવેલી કેટેગરીઓમાંથી કોઈ ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ ધરાવતી નથી.
સાદી શરતોમાં, જ્યારે વિદેશી નાગરિકો માન્ય એચ-વનબી દરજ્જો ધરાવતો હોય તો તે રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝા (કે જે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ તરીકે જાણીતા છે) આગળ વધારી શકે છે, એચ-વનબીવન, ટીએન, ઇ-થ્રી વિદેશી નાગરિકો આ લાભથી વંચિત રહેશે.
ઇ-1 ટ્રીટી-ટ્રેડર અને ઇ-2 ટ્રીટી ઇન્વેસ્ટર વિઝા
વિદેશી નાગરિક ઇ વિઝા માટે માન્ય થઈ શકે કે કેમ તે બાબત તે કયા દેશમાંથી આવે છે તેના પર આધારિત છે. વિશ્વમાં એવા ચોક્કસ દેશો છે, જેમણે અમેરિકા સાથે ચોક્કસ પ્રકારની સંધિ કે કરાર કરેલા છે. અમેરિકા સાથે થયેલી આ સંધિઓ કે કરારો મોટા ભાગે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (બીઆઇટી), ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ), ટ્રીટી ફ્રેન્ડશિપ, કોમર્સ એન્ડ નેવિગેશન (એફસીએન)તરીકે ઓળખાય છે.
બે પ્રકારના ઇ વિઝા હોય છેઃ ટ્રીટી ટ્રેડર વિઝા (ઇ-1) અને ટ્રીટી ઇન્વેસ્ટર વિઝા (ઇ-2) એફટીએ ધરાવતા વિદેશી દેશોના નાગરિકો બન્ને ઇ-1 અને ઇ-2 વિઝા માટે કવોલિફાય ગણાશે, જ્યારે બીઆઇટી ફક્ત ઇ-2 વિઝાને મંજૂરી આપશે. (ક્રમશઃ)