નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જાહેર કર્યું મજૂરો – કામદારોમાટે રાહત પેકેજઃ

 

           8 કરોડ મજૂરો માટે  3500કરોડ રૂપિયાનું રાહતપેકેજ- રાશન કાર્ડની પોર્ટેબિલિટી, શહેરોમાં સસ્તા ભાડે ઘરની ગોઠવણ, પ્રવાસી મજૂરોને બે મહિના માટે રાશન મફત મળશે, પ્રવાસી મજૂરોના રહેઠાણ- આવાસ તેમજ ભોજન અંગે સરકારનું ખાસ ફોકસ, રાજ્ય સરકારો પીડીએસ અતર્ગત, આ યોજનાલાગુ કરી શકશે. ….

       નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આજે મજૂરો- કામદારો માટે 3500 કરોડ રૂપિયાના ખાસ રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેને કારણે દેશના આશરે 8 કરોડ જેટલા પ્રવાસી મજૂરોને વિવિધ પ્રકારની રાહત આપવામાં આવશેએવું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. અલગ અલગ રાજ્યો દ્વારા આ યોજના લાગુ કરવામાં આવશે. 

          દેશના 23 જેટલા રાજયો આવરી લેવામાં આવી છે. સસ્તા રાજ્યોમાં પીડીએસ હેઠળ, 83 ટકા વસ્તી આવરી લેવામાં આવી છે. અગર કોઈ પ્રવાસી મજૂર બીજા શહેરમાં કામ કરવા માટે રહેવા જશે તો ત્યાં તેને સસ્તા ભાડાના રહેઠાણની સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ સાથે મળીને આ મજૂરો માટે આવાસો નિર્માણ કરવાની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમપ્લેક્ષ તરીકે ઓળખાશે. એ જ રીતે, વન નેશન, વન રાશન અતર્ગત, મજૂરો એક રાજ્યમાંથી બીજા રાજયમાં કે શહેરમાં  કામ કરવા જાયતો તેઓ પોતાનું રાશનકાર્ડ ટ્રાન્સ્ફર કરાવી શકશે. પ્રવાસી મજૂરોને હાલના તબક્કે બે મહિના માટે રાશન મફત આપવામાં આવશે. જેમની પાસે રાશન કાર્ડ ના હોય તેવા મજૂરો- કામદારોને પણ 5 કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે.  સસ્તા ભાડાના ઘર અંગે વધુ દિશા- નિર્દેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.