નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે લોકોને રાહત આપવા 3 લાક કરોડ રૂપિયાું રાહત પેકેજ જાહેર કર્યુ—

 

                    તાજેતરમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. તેના ભાગરૂપે નિર્મલા સીતારામે વિવિધ ક્ષે7ોનેઆવરી લેતું 3 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ અને તેના વિષેની વિગતવાર માહિતી જાહેર કરી હતી. નાણાંપ્રધાનેકુલ 8 ક્ષેત્રો માટે આર્થિક રાહતની ઘોષણા કરી હતી. જેમાં લઘુ ઉદ્યોગ, મ્યચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ,તેમજ  કરવેરા સંબંધી રાહતોનો સમાવેશ થય છે. ટેકસ રિટર્ન ભરવાની મુદત વધારવામાં આવી હતી. 30 નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે. ચેરિટેબલ સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ , લઘુ ઉદ્યોગો ,  સ્વરોજગારના એકમો વગેરેને ટેકસ રિફન્ડ  તરત જારી કરવામાં આવશે. 5 લાખ  રૂપિયા સુધીનું રિફન્ડ  આશરે 14 લાખ લોકોને આપી દેવાયું છે.  દેશમાં અર્થતંત્રને ગતિ આપવા માટે તેમજ લોકોના જીવનની ગતિવિધિને પુન પાટે ચઢાવવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.