નાણાંપ્રધાન અરુણ જેટલીને હોસિ્પટલમાંથી રજા આપવામાં આવી – કીડની ટ્રાન્સપ્લાન્ટેશન હાલમાં નહિ થાય

0
783

 

નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા નાણાપ્રધાન અરુણ જેટલીને તબીબોએ ડાયાલિસિસ કરીને ઘરે જવાની પરવાનગી આપી દીધી હતી. અરુણ જેટલીને કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ કરવામાં આવ્યા હતા પણ તબીબોના પરીક્ષણ બાદ જાણવા મળ્યું હતું કે, જેટલીને ડાયાબીટિસનો વ્યાધિ હોવાથી હાલ પૂરતું કીડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે એમ નથી.જેટલીનું સોમવારે ડાયાલિસિસ કર્યા બાદ થોડાક કલાકો માટે તેમને તબીબોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસિપટલમાંથી રજા આપવામાં આવી હતી. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર,એમ્સના તબીબો ડો. વી. કે. બંસલ અને સંદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ તેમનું કીડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવશે.