નાણાંપ્રધાન અરુણ જેટલીએ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા સીબીઆઈ ડિરેકટરોના વિવાદ અને ગતિવિધિ બાબત સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો..

0
819

  કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ સીબીઆઈના વિવાદ અને કલહ તેમજ તેમાં સરકારની ભૂમિકા- બાબત પોતાનો પ્રતિભાવ પ્રગટ કરતાં કહ્યું હતું કે, સરકાર આ મામલામાં કોઈની તરફેણ કે વિરોધ કરતી નથી સરકારનોઉદે્શ  માત્ર એટલો જ છેકે સીબીઆઈની સ્વાયત્તતા જળવાઈ રહે, સીબીઆઈની પ્રતિષ્ઠા કલંકિત ન થાય. સુપ્રીમ કોર્ટ સરકારના આશયને સમજી શકી છે. હવે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ, સીવીસીએ બે સપ્તાૈહમાં આલોક વર્મા સામેની તપાસ પૂર્ણ કરવાની છે. હવે સીવીસી સંપૂર્ણપણે નિષ્પક્ષ રહીને આ કેસની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેોઠળ સીવીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિવૃત્ત જજ એ કે, પટનાયકની દેખરેખ હેઠળ આ તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here