નાટયકર્મી સ્વ. રમેશ અમીનના જન્મદિવસની અનોખી ઉજવણી 

 

અમદાવાદઃ ગુજરાતમાં નાટ્યક્ષેત્રે ખૂબ જાણીતા સ્વ. રમેશ અમીનનો ૭૦મો જન્મદિવસ એમના ચાહકોએ અનોખી રીતે ઉજવ્યો હતો. છેલ્લા પચાસ વષોથી નાટ્યક્ષેત્રે લોકપ્રિય “અર્પણ” સંસ્થાના પ્રણેતા રમેશભાઈ અમીનનું ૨૦૧૮માં અવસાન થયું હતું. તેમની હયાતીમાં રમેશભાઈની ઓફિસે નાટ્ય કલાકારોનો મેળો જામેલો રહેતો હતો. ૮મીએ રમેશભાઈનો જન્મદિવસ યાદ રાખીને તેમના મિત્રો, ચાહકો અર્પણની ઓફિસે ભેગા થઈ, કેક કાપી હતી. તેમની સ્મૃતિ તાજી કરીને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્મના સુત્રધાર મેહુલ પટેલે અન્ય મિત્રોને આમંત્રિત કર્યા હતા. સ્વ. રમેશ અમીનને જન્મદિવસ નિમિતે યાદ કર્યા હતા. આ સમયે ચિકા ખરસાણી, મનીષ પટેલ શ્વેત, સુરેન્દ્રભાઈ બક્ષી, શૈલેન્દ્રસિંહજી વાઘેલા, મહેશ વૈદ્ય, મનીષ પટેલ ભોલજી, અભિલાષ ઘોડા, સંજય પટેલ, ધર્મેશ શાહ, ભુપેન્દ્રભાઈ રાવલ અને દિગંત સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા